હરિયાણા / ભાઈની સગાઈમાં કંગનાનો રોયલ લૂક, પરિવાર સાથે કર્યો પારંપારિક ડાન્સ

Nov 09,2019 1:00 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના ઘરે બહુ જલ્દી શહનાઇ વાગશે. કંગનાના ઘરે શુક્રવારે સગાઇ સમારોહ યોજવામાં આવ્યો. જેમાં કંગનાએ તેની બહેન રંગોલી અને પરિવારના સદસ્યો સાથે મળીને ખૂબ ધમાલ મચાવી હતી. કંગના રનૌત હવે જલ્દી જ નણંદ બનવાની છે. કંગનાના ભાઇ અક્ષત રનૌતે હરિયાણામાં રહેતી તેની ગર્લફ્રેન્ડ ડૉક્ટર રીતુ સાથે સગાઇ કરી લીધી છે. જલ્દી જ બંને જણ લગ્ન પણ કરવાના છે. પોતાના ભાઇની સગાઇમાં બોલિવૂડ ક્વિન ગોલ્ડન સાડીમાં નજરે પડી હતી. પોતાના ભાઇની સગાઇમાં કંગનાએ પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો જેનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.