સુપર 30 / બિહારી ભાષા શીખવા રિતિક રોશને શું શું કરવું પડ્યું?

Jul 19,2019 5:52 PM IST

બૉલિવૂડ એક્ટર રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’; હાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 70 કરોડથી વધુની કમાણી કરીને સફળતા પ્રાપ્ત કરી છે. રિતિકની આ ફિલ્મની સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મમાં રિતિકે બિહારના ફેમસ ગણિતજ્ઞ આનંદ કુમારની ભૂમિકા ભજવી છે. અને આ પાત્ર રિતિકની બાકીની ફિલ્મો કરતા સાવ અલગ છે. આનંદ કુમાર બિહારના હોવાથી રિતિકે બિહારી બોલવી ફરજીયાત હતી. અને પડદા પર રિતિકની ભોજપુરી સાંભળી તમે કહી નહીં શકો કે આ રિતિક છે. આ ભાષા શીખવા અને આનંદ કુમારમાં ઢળવા રિતિકે કેવી મહેનત કરી. તેનો વીડિયો રિતિકે તેના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે.