સેલેબ્સ / સારા અલી ખાને લવ લાઈફના સવાલનો શરમાઈને આપ્યો જવાબ, વાઈરલ થયો વીડિયો

Jul 30,2019 8:17 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પ્રેમને લઈને તેના દિલનાં રાજ ખોલતાં જ તેના ફેન્સમાં આ વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો. તાજેતરમાં ફેશન શોનો વીડિયો વાઈરલ થયા બાદ ફરી એકવાર સારાઆ હટકે સવાલોના ઓફબીટ જવાબોના કારણે ચર્ચામાં છે. સારા પણ પ્રેમના સવાલનો જવાબ આપતાં આપતાં જ શરમાઈ ગઈ હતી. પ્રેમ વિશે તેણે એટલું જ કહ્યું હતું કે પ્રેમને બયાન નથી કરી શકાતો. જ્યારે તેને લવ લાઈફ અને વર્ક લાઈફને બેલેન્સ રાખવાના ફંડા વિશે સવાલ કરાયો ત્યારે તેણે જે જવાબ આપ્યો હતો તે સાંભળીને તેની ફેન ક્લબે પણ કોમેન્ટ્સનો ઢગલો કરી દીધો હતો.