વિરોધ / છત્રપતિ શિવાજીના જવાબના ઓપ્શન પર બોયકોટ કેબીસી ટ્વિટર પર ટ્રેન્ડીંગ

Nov 08,2019 4:32 PM IST

અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’; હાલ ચર્ચામાં છે. આ શોમાં તાજેતરમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ શોને બોયકોટ કરવાની ડિમાન્ડ કરી રહ્યાં છે. હાલના એક એપિસોડમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબને લઈ એક સવાલ કરવામાં આવ્યો હતો. સવાલ શું હતો? ‘કેબીસી’;માં અમિતાભે સ્પર્ધકને સવાલ પૂછ્યો હતો, ‘ઈનમેં સે કૌન સે શાસક મુઘલ સમ્રાટ ઔરંગઝેબ કે સમકાલીન થે?’; આમાં ઓપ્શન આપવામાં આવ્યાં હતાં, મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજા રંજીત સિંહ, શિવાજી. શોમાં છત્રપતિ શિવાજી મહારાજનું નામ માત્ર ‘શિવાજી’; તરીકે મેન્શન કરવામાં આવ્યું હતું. આ કારણે ચાહકો નારાજ થયા છે. ચાહકો માની રહ્યાં છે કે શોમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું છે અને તેથી જ શોને બોયકોટ કરવાની તથા સોની ટીવી માફી માગે, તેવી ડિમાન્ડ કરી રહ્યાં છે. ટ્વિટર પર #Boycott_KBC_SonyTv ટ્રેન્ડ કરી રહ્યું છે.