‘બિગ બોસ-13’ના ઘરનો ફર્સ્ટ લૂક, દરેક ફ્રેમ-દરેક પેઈન્ટિંગ લાર્જર ધેન લાઈફ

Sep 23,2019 4:26 PM IST

કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ તેની 13મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે. આ સિઝનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેનું ઘર છે. આ વખતે તેની થીમ મ્યૂઝિયમ બેઝ રાખવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી બિગ બોસનું ઘર એટલે કે સેટ મુંબઈથી 95 કિમી દૂર લોનાવાલામાં બનાવામાં આવતો હતો. જો કે, આ વર્ષે તેને ગોરેગાંવની ફિલ્મસિટીમાં ઉભો કરવામાં આવ્યો છે. દૈનિક ભાસ્કર તમારા માટે આ ઘરનો ફર્સ્ટ લૂક લઈને આવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે કેવું ભવ્ય આ ઘર છે અને તેમાં સામાન્ય વ્યક્તિએ કલ્પના પણ ના કરી હોય તેવી સુવિધાઓ પણ છે. 18500 સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરમાં 93 કેમેરા લાગેલા છે.