Bigg Boss 13 / TVની ગોપી બહુએ પંજાબની કેટરિના કૈફને મારી થપ્પડ

Oct 24,2019 2:37 PM IST

TV પર આવતો વિવાદીત શૉ બિગ બૉસ 13 દર્શકો માટે રસપ્રદ બનતો જાય છે. શૉમાં ટકવા માટે સ્પર્ધકો હદ પાર કરી રહ્યા છે, હાલમાં જ સાપ-સીડી ટાસ્કમાં પારસ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે રસાકસી થઈ હતી. બંને વચ્ચે ગરમા ગરમી વધતા રશ્મી અને શેફાલીએ તેમને છોડાવ્યા હતા. અને આ જ ટાસ્કમાં શહનાઝ ગિલે દેવોલિના પર કાદવ ભરેલી બાલ્ટી ઢોળી નાખતા દેવોલિના ભડકી હતી. અને તેણે ગુસ્સામાં શહનાઝને થપ્પડ મારી દીધી હતી. દેવોલિનાના આ રૂપથી સ્પર્ધકો સહિત દર્શકો પણ અચંબિત થયા હતા.