બિગ બૉસ 13 / શૉનું લિસ્ટ લિક! ઝરીન ખાનથી લઈને હિમાંશ કોહલી ઘરમાં લઈ શકે છે એન્ટ્રી

Jun 08,2019 6:53 PM IST

ટીવીના બહુચર્ચીત એવા સલમાન ખાનના શૉ બિગ બૉસ 13ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં શૉની થીમથી લઈને કન્ટેસ્ટન્ટ્સના નામની યાદી પણ સામે આવી ગઈ છે. બિગ બોસ 12ની નિષ્ળતાને જોતા મેકર્સે આ વખતે શૉમાં કોમનર્સને નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ વખતે માત્ર સેલેબ્સ જ શૉનો પાર્ટ બની શકશે. ત્યારે સંભવિત કન્ટેસ્ટન્ટ્સના નામનું લિસ્ટ પણ લિક થઈ ગયુ છે. સુત્રો મુજબ આ વખતે 23 સેલેબ્સ બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે. જેમાં ટીવી એક્ટ્રેસ ઝરીન ખાનથી લઈને પોર્ન સ્ટાર ડેની ડીનું નામ પણ સામેલ છે.