દુખદ / સસરાના નિધનથી કાજોલ એશને જોતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી

May 28,2019 3:04 PM IST

બૉલિવૂડના એક્શન ડાયરેક્ટર વીરૂ દેવગનનું કાર્ડિયાક અરેસ્ટથી સોમવારે નિધન થયુ. જે બૉલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનના પિતા હતા. અજયની પત્ની અને ટોપ એક્ટ્રેસ કાજોલના તે સસરા હતા. જેમના અગ્નિ સંસ્કાર કાલે સાંજે છ વાગ્યે વિલે પાર્લે પશ્ચિમના સ્મશાનમાં કરવામાં આવ્યા. આ દુખદ પ્રસંગે બૉલિવૂડ સેલેબ્સ પણ અજય-કાજોલને સધિયારો આપવા આવ્યા હતા. જેમાં, શાહરૂખ ખાન, સંજય દત્તથી લઈને સની-બોબી દેઓલ અને એશ-અભિ પણ આવ્યા હતા. અહીં એશને જોતા જ કાજોલ ઈમોશનલ થઈ હતી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.