વિવાદ / પેરિસ ફેશન વીકમાં એશ્વર્યાના લૂક પર ઈન્ડિયન ડિઝાઇનર ભડક્યો, સ્ટાઇલિસ્ટને બરખાસ્ત કરવાની વાત કહી

Oct 02,2019 12:37 PM IST

એશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીકમાં પોતાનું ડેબ્યૂ કર્યું. જ્યાં એકબાજુ રેમ્પ વૉક કરી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું.. અને ઈન્ટરનેશનલ મંચ પર વાહવાહી મેળવી. તો બીજી બાજું એશ્વર્યાનો આ લૂક ઈન્ડિયન ડિઝાઇનર વેંડલ રોડ્રિક્સને જરાય પસંદ ન આવ્યો. વેંડલે એશના લૂક પર નારાજગી જતાવતા લૂક સ્ટાઇલિસ્ટને બરખાસ્ત કરવાની વાત કહી દીધી. વેંડલે તેની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યુ કે લોરિયલ પાસે દુનિયાની સૌથી સુંદર યુવતી છે. જેનો આટલો ખરાબ મેકઅપ કરાયો અને આવો વર્સ્ટ ડ્રેસ પહેરાવ્યો. પૂર્વ મિસ વર્લ્ડ અને બૉલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન વર્ષોથી લોરિયલ કંપનીની બ્રાંડ એમ્બેસેડર છે. જેણે આ વર્ષે પેરિસ ફેશન વીકમાં ડોલ્ચે એન્ડ ગબાનાનો ટ્રેન ડ્રેસ પહેર્યો હતો. હાઈ નેક એન્ડ ફૂલ સ્લીવ્સવાળો આ પર્પલ ડ્રેસ વેંડલ રોડ્રિક્સને જરાય પસંદ આવ્યો નહોતો.