પાર્ટી મૂડ / અભિષેક અને સંજૂબાબાએ જાહેરમાં કરી એકબીજાને Kiss,બાજુમાં ઉભેલી એશ્વર્યાએ જોયું ના જોયું કર્યું

Feb 03,2019 6:31 PM IST

સંજય દત્તનો અભિષેક બચ્ચન અને એશ્વર્યા સાથેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને યૂઝર્સ પણ અનેક પ્રકારની કોમેન્ટ્સ આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સંજબાબા નશામાં ચકચૂર છે જેની ડાબી અને જમણી તરફ અભિષેક-એશ્વર્યા ઉભાં રહીને તેને ભેટે છે. જો કે ત્યાં જ અભિષેક તેને કેમેરાની સામે જ કિસ કરે છે જેનો વળતો જવાબ પણ બાબા કિસથી આપે છે. આ તરફ આવી સ્થિતિમાં એશ્વર્યા પણ તેમની સામે જોયું ના જોયું કરીને તરત જ દૂર સરકી જાય છે. અવારનવાર સંજૂના નશાની હાલતવાળા વીડિયો બહાર આવે છે જેમાંનો એક આ વીડિયો પણ છે. આ વીડિયો 2016માં બિગ બીના ઘરે યોજાયેલી પાર્ટીનો છે જે હવે વાઈરલ થવા લાગ્યો છે.