પરબધામની આરતી

Jul 14,2018 4:31 AM IST

સૌરાષ્ટ્રમાં આવેલું પરબધામ. સંત દેવીદાસની જગ્યા ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. રક્તપિત્તિયા દર્દીઓની સેવામાં જીવન ખપાવી નાખનાર સંત દેવીદાસ અને અમરમાની અહીં સમાધિ આવેલી છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. પરબધામના નવા મંદિરનું ખાતમુહૂર્ત કરશનદાસબાપુના ગુરુ સેવાદાસબાપુએ 1982માં કર્યું હતું અને મંદિરનું નિર્માણ 1999માં પૂણ થયું. દેવીદાસનો જન્મ મુંજીયાસર ગામમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો. દેવીદાસ રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યાને ભોજન આપતા. એક વાર વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં અમરમા પરબના પીરના દર્શને ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા અને પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રોકાઈ ગયા. અમરમા પણ ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યા. સમય જતાં દેવીદાસ બાપુ અને ત્યારપછી અમરમાએ અહીં સમાધિ લીધી.