સંપાદકની પસંદ

નવા વિડિઓ

 • પ્રેક્ટિસ માટે પિસ્તોલ ખરીદવાના પણ નહોતા પૈસા, માત્ર 16 વર્ષની વયે સૌરભે જીત્યો ગોલ્ડમેડલ 01:30

  પ્રેક્ટિસ માટે પિસ્તોલ ખરીદવાના પણ નહોતા પૈસા, માત્ર 16 વર્ષની વયે સૌરભે જીત્યો ગોલ્ડમેડલ

 • અકાલી દલના લીડર મનજિતસિંહ જીકે અને તેમના પરિવાર પર ખલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો 02:23

  અકાલી દલના લીડર મનજિતસિંહ જીકે અને તેમના પરિવાર પર ખલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો

 • સ્માર્ટ ડોગઃ રસ્તે રઝળતો કૂતરો માગે છે ભીખ, પૈસા વડે ખરીદે છે હોટડોગ 00:41

  સ્માર્ટ ડોગઃ રસ્તે રઝળતો કૂતરો માગે છે ભીખ, પૈસા વડે ખરીદે છે હોટડોગ

 • સુરતના ઉધનામાં પડ્યો 20 ફુટ ઊંડો અને 15 ફુટ પહોળો ભૂવો, વાહન ચાલકો પરેશાન 00:45

  સુરતના ઉધનામાં પડ્યો 20 ફુટ ઊંડો અને 15 ફુટ પહોળો ભૂવો, વાહન ચાલકો પરેશાન

 • અંડરપાસમાં કાર સાથે જ ડૂબ્યું હતું કપલ, જાંબાઝ પોલીસે અંદર ટ્રેક્ટર ઉતારીને બચાવ્યો જીવ 01:08

  અંડરપાસમાં કાર સાથે જ ડૂબ્યું હતું કપલ, જાંબાઝ પોલીસે અંદર ટ્રેક્ટર ઉતારીને બચાવ્યો જીવ

 • Asian Games 2018: Saurabh Chaudhary wins gold in 10m Air Rifle 01:30
  સમાચાર

  પ્રેક્ટિસ માટે પિસ્તોલ ખરીદવાના પણ નહોતા પૈસા, માત્ર 16 વર્ષની વયે સૌરભે જીત્યો ગોલ્ડમેડલ

  મંગળવારે એશિયાડ ગેમ્સમાં ભારતને શૂટિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડનાર 16 વર્ષીય સૌરભ ચૌધરી રાતોરાત જ દેશની ધડકન બની ગયો છે. 10 મીટર એર પિસ્તોલમાં તેણે મેળવેલી આ સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિથી લઈને દેશનો દરેક યુવાન આજે તેના પર ગર્વ મહેસુસ કરી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલા કલિના ગામના આ ખેડૂત દીકરાએ સાબિત કર્યું છે કે હુન્નર કોઈ ભાષા, કોઈ વિસ્તાર કે કોઈ એક વર્ગનું મોહતાજ નથી. સાવ સામાન્ય પરિવારમાંથી આવનાર સૌરભ ચૌધરી માટે જો કોઈ જમા પૂંજી હોય તો તે હતી માત્ર તેની ધગશ અને અર્જૂન જેવું લક્ષ્ય. ભલે મેરઠને નિશાનેબાજોની ધરતી કહેવાતી હોય પણ જો વાત 16 વર્ષીય સૌરભ ચૌધરીની કરીએ તો તેના કુંટુંબમાં દૂર દૂર સુધી કોઈને પણ નિશાનેબાજી સાથે નાતો નહોતો. અત્યારે પણ બાજુના ગામની જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરનાર સૌરભને ગામના કેટલાક યુવાનોને નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતા જોઈને આ રમતમાં રસ પડ્યો હતો.

 • Karnataka: Child Miraculous escaped after horrific bike accident 01:11
  સમાચાર

  ચમત્કારઃ માતા-પિતા નીચે પડી ગયાં, હાઈવે પર બાળક સાથે બાઈક દોડતી રહી

  કર્ણાટકઃ બેંગ્લોર પાસેના નેલામંગલામાં નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં બાળકનો અદભૂત બચાવ થયો. પત્ની અને બાળક સાથે બાઈકચાલક પૂરપાટ ઝડપે હાઈવે પર બાઈક હંકારી રહ્યો હતો. તેવામાં એક્ટિવા સાથે તેની ટક્કર થાય છે. ટક્કર બાદ બાઈક પરથી પતિ પત્ની નીચે પડી જાય છે. પણ બાળક બાઈક પર જ રહી જાય છે. બાઈક આશરે 500 મીટર સુધી હાઈવે પર ચાલી જાય છે. અને થોડી સેકન્ડો બાદ હાઈવે પરના ડિવાઈડર સાથે ટકરાઈ છે. ડિવાઈડર સાથેની ટક્કર બાદ બાળક ઉછળીને ઘાસ પર પડી જાય છે. જેના કારણે બાળકને થોડી ઈજાઓ પહોંચે છે. પણ તેનો અદભૂત બચાવ થાય છે.

  49K વ્યુઝ
 • Mumbai Police Post Video Of Thief Returning Stolen Wallet 00:46
  સમાચાર

  જોતજોતાંમાં ચોર બની ગયો 'હીરો', મુંબઈ પોલીસે ટ્વીટ કર્યો વીડિયો

  મુંબઈ: મુંબઈ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મુંબઈ પોલીસે લોકોને ચોરથી એલર્ટ રાખવા માટે આ વીડિયો પોસ્ટ કર્યો છે. એટલે કે ચોર સોશિયલ મીડિયામાં હીરો બની ગયો છે. ચોર એક વ્યક્તિને પાકીટ ચોરી લે છે અને તેને ખબર પણ પડતી નથી. પણ જ્યારે તેની નજર સીસીટીવી કેમેરા સામે પડે છે ત્યારે તે હસતાં હસતાં બે હાથ જોડે છે. બાદમાં ચોર એ વ્યક્તિને તેનું પાકીટ પાછું આપી દે છે.

  2K વ્યુઝ
 • Virat Kohli gives Anushka a flying kiss, Video Viral
Watch: Flying kiss! From Virat Kohli to Anushka Sharma with love in Nottingham 00:30
  સમાચાર

  વિરાટે 23મી સદી ફટકારી અનુષ્કાને આપી ફ્લાઇંગ કિસ, વીડિયો વાઇરલ

  વિરાટે સદી ફટકારી અનુષ્કાને આપી ફ્લાઇંગ કીસ, વીડિયો વાઇરલ. વિરાટ અને અનુષ્કાએ એકબીજાને ફ્લાઈંગ કિસ આપી. વિરાટે 23મી સદી ફટકારતાં અનુષ્કાએ આપી ફ્લાઈંગ કિસ. વિરાટે પણ અનુષ્કા સામે બેટ બતાવી કિસ આપી. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ. ભારતે ઈંગ્લેન્ડ સામે જીત માટે 521 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અનુષ્કાએ વીડિયો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર અપલોડ કર્યો છે.

  3K વ્યુઝ
 • case of tampering: public attacked on a man 01:37
  સમાચાર

  ઉત્તરાખંડ: બાળકી સાથે અડપલાં કરનાર ફેરિયાને લોકોએ ક્રૂરતાથી માર માર્યો

  ઉત્તરાખંડના પૌડી જ્વાલાપા ધામમાં બાળકી સાથે છેડતીની ઘટના સામે આવી છે. એક બાળકીને અડપલાં કરવાના આરોપસર લોકોએ યુવાનને પકડીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેનું મોં પણ કાળું કરી દીધું હતું. જેને માર માર્યો એ ફેરિયો મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે. આરોપ છે કે તેણે કોઈ જગ્યાનું સરનામું પૂછવાના બહાને બાળકી સાથે અશ્લીલ હરકત કરી હતી. આ વાત જાણતાં ગુસ્સે થયેલા લોકો તેના પર લાકડી લઈને ક્રૂરતાથી તૂટી પડ્યા હતા. બાદમાં આરોપી સ્થળ પર ભાગી ગયો હતો.

 • Immigration Advice by parthesh thakkar 09:21
  સમાચાર

  IELTS આપ્યા વિના કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર એડમિશન મળી શકે ખરું?

  વિદેશ જવા માટે ઘણાં બધા સવાલો મનમાં સતાવતા હોય છે. તો ઘણાંને સમસ્યાઓ નડતી પણ હોય છે. તે તમામ સવાલોના જવાબ આપવા માટે દિવ્યભાસ્કરડોટકોમ પરના આ ઈમિગ્રેશન એડવાઈઝ પ્રોગ્રામમાં તમે તમારા સવાલો મોકલી શકો છો, જેમાં કેનેડા, યુકે, સિંગાપોર સહિત કોઈ પણ દેશના વિઝાને લગતા પ્રશ્નોના જવાબ આપશે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર.

 • Stray Dog Begs Money to Buy Hotdog in Mexico 00:41
  ઓફબીટ

  સ્માર્ટ ડોગઃ રસ્તે રઝળતો કૂતરો માગે છે ભીખ, પૈસા વડે ખરીદે છે હોટડોગ

  અમદાવાદઃ શ્વાન એક ચતુર પ્રાણી ગણવામાં આવે છે. શ્વાનની આવી જ એક ચતુરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયો મેક્સિકોના તેઝોયુકા ટાઉનનો છે. અહીં રસ્તે રઝળતો કૂતરો હોટ ડોગની ટ્રક પાસે પહોંચી જાય છે. અને ત્યાં હાજર લોકો પાસે પૈસાની ભીખ માગે છે. જ્યારે લોકો શ્વાનને પૈસા આપે છે, તે તરત જ પૈસા લઈને હોટ ડોગની ટ્રક પાસે પહોંચી જાય છે. અને પૈસા આપીને પોતાનાં માટે હોટ ડોગ ખરીદે છે. શ્વાનની આ ક્યુટનેસ કે ચતુરતા જોઈને સ્થાનિકો પણ અચરજમાં મુકાઈ જાય છે.

 • kerala flood disaster of century 01:20
  સમાચાર

  કેરળમાં આસમાની આફતનો કાળો કેર, જંગલથી લઈને સિમેન્ટ કોંક્રિટના જંગલો પણ આવ્યાં ઝપટમાં

  કેરળમાં 13 દિવસ પછી વરસાદ અને પૂરથી લોકોને રાહત મળી છે. ઘણાં વિસ્તારોમાં હવે ધીમે ધીમે પાણી ઓછું થયું છે અને તેના કારણે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળવાની શરૂ થઈ છે. જોકે હજુ પણ ઘણી એવી જગ્યા છે જ્યાં હજારો લોકો ફસાયેલા છે. સોમવારે વધુ 6 લોકોના મોત થયા છે. આમ, 8થી 20 ઓગસ્ટ સુધીમાં મરનાર લોકોની કુલ સંખ્યા 223 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં 29મેના રોજ આવેલા પૂર પછી કુલ મરનાર લોકોની સંખ્યા વધીને 400થી વધુ થઈ ગઈ છે. ત્યારે એક નજર એ દૃશ્યો પર જેમાં કેરળ પર વરસેલી કયામતનો અંદાજ લગાવી શકાય છે.

  2K વ્યુઝ
 • 20 feet deep and 15 feet wide pit at udhana darwaja in surat 00:45
  સમાચાર

  સુરતના ઉધનામાં પડ્યો 20 ફુટ ઊંડો અને 15 ફુટ પહોળો ભૂવો, વાહન ચાલકો પરેશાન

  સુરતઃ ઉધના દરવાજા ખાતે રોડ પર 20 ફુટ ઉંડો અને 15 ફુટ પહોળો ભુવો પડ્યો હતો. જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ પાલિકાને થતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને ખાડો પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉધના દરવાજા ખાતે ઉધના ગામ તરફ જતા રસ્તા પર 20 ફુટ ઉંડો અને 15 ફુટ પહોળો ભુવો પડ્યો હતો. જેથી બેરિકેટ લગાવી રોડની એક સાઈડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. રોડની એક સાઈડ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉધના દરવાજા ખાતે ભુવો પડ્યો હોવાની જાણ પાલિકાને થતા એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ભુવો પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, રોડની એક સાઈડ બંધ કરી દેવાના કારણે ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

 • Faridabad police saved couple from underpass 01:08
  સમાચાર

  અંડરપાસમાં કાર સાથે જ ડૂબ્યું હતું કપલ, જાંબાઝ પોલીસે અંદર ટ્રેક્ટર ઉતારીને બચાવ્યો જીવ

  હરિયાણામાં આવેલા ફરિદાબાદની આ ઘટના છે જેમાં જોરદાર વરસાદ વરસવાથી શહેરમાં ચારે તરફ પાણી જ પાણી હતું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા એક રેલવે અંડરપાસમાં પણ અંદાજે સાત ફીટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જો કે આ પાણીની ઊંડાઈથી અજાણ એવું એક કપલ તે અંડરપાસ ક્રોસ કરી લેવાશે પણ તેમની આ ગણતરી ખોટી પડી હતી અને તેઓ તે પાણીમાં ફસાઈ ગય. જો કે બાદમાં ત્યાં રાજીવ બાગડી નામના એક પોલીસકર્મી ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચીને તેમનો જીવ બચાવ્યો હતો.

  2K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ચમત્કારઃ માતા-પિતા નીચે પડી ગયાં, હાઈવે પર બાળક સાથે બાઈક દોડતી રહી 01:11

  ચમત્કારઃ માતા-પિતા નીચે પડી ગયાં, હાઈવે પર બાળક સાથે બાઈક દોડતી રહી

 2. કાર ચલાવતાં ચલાવતાં માસીબાએ લલકાર્યું જિજ્ઞેશ કવિરાજનું ગીત, 'બેવફા! તને દૂરથી સલામ' 01:27

  કાર ચલાવતાં ચલાવતાં માસીબાએ લલકાર્યું જિજ્ઞેશ કવિરાજનું ગીત, 'બેવફા! તને દૂરથી સલામ'

 3. જોતજોતાંમાં ચોર બની ગયો 'હીરો', મુંબઈ પોલીસે ટ્વીટ કર્યો વીડિયો 00:46

  જોતજોતાંમાં ચોર બની ગયો 'હીરો', મુંબઈ પોલીસે ટ્વીટ કર્યો વીડિયો

 4. વિરાટે 23મી સદી ફટકારી અનુષ્કાને આપી ફ્લાઇંગ કિસ, વીડિયો વાઇરલ 00:30

  વિરાટે 23મી સદી ફટકારી અનુષ્કાને આપી ફ્લાઇંગ કિસ, વીડિયો વાઇરલ

 5. હત્યાની શંકામાં ટોળાંએ મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી, પોલીસ તમાશો જોતી રહી 01:09

  હત્યાની શંકામાં ટોળાંએ મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી, પોલીસ તમાશો જોતી રહી

TOP