ગીર સોમનાથ / દીવનાં વાડી વિસ્તારમાંથી 8 વર્ષનો ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો

leopard-in-cage-after-threats-people-in div

  • પાંજરે પુરાયેલા દીપડાની ઉંમર 8 વર્ષની હોવાથી એનિમલ કેર સેન્ટર ખાતે રખાશે

Divyabhaskar.com

May 20, 2019, 11:03 AM IST

ઉના:દીવમાં કેવડી વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા હતા. ત્યારે આ અંગે પ્રશાસને વનવિભાગને જાણ કરતા જશાધાર રેન્જની રેસ્કયું ટીમે મારણ સાથે પાંજરુ ગોઠવ્યું હતું. જેનાં પગલે ફ્રુડ પેટ્રોલીંગ પણ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારે બપોરનાં સમયે શિકારની લાલચમાં આવેલો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગે જણાવ્યું હતું કે, પાંજરે પુરાયેલા દીપડાની ઉંમર 8 વર્ષની હોય જેને એનિમલ કેર સેન્ટર ખાતે રખાશે અને તબીબી પરીક્ષણ બાદ જંગલમાં મુક્ત કરાશે.

X
leopard-in-cage-after-threats-people-in div
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી