ગીર સોમનાથ / સરકાર ટુંક સમયમાં ગીર સોમનાથ અને દીવને ક્રૂઝ સર્વિસની ભેટ આપી શકે છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • મનસુખ માંડવિયા અને રાજેશ ચુડાસમાએ સમુદ્ર કિનારાનું જાતે નિરીક્ષણ કર્યું

Divyabhaskar.com

Jul 29, 2019, 12:56 PM IST

ગીર:ગીર સોમનાથનાં પ્રવાસ જનારા લોકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. પ્રવાસનને વેગ આપવા માટે ગીર સોમનાથનાં સમુદ્ર તટેથી ક્રૂઝ સર્વિસ શરૂ કરવા સરકાર વિચારી રહી છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ સુત્રાપાડાના હિરકોટ બંદરની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે જાહેરાત કરી હતી.

સરકાર ટુંક સમયમાં જાહેરાત કરી શકે છે
મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ હિરકોટ બંદરના સમુદ્ર કિનારાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મહત્વ પૂર્ણ યોજના સાકાર થઇ શકે છે અને ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવ આવતા દેશ વિદેશના પ્રવાસીઓને ક્રૂઝ સર્વિસની કેન્દ્ર સરકાર અમૂલ્ય ભેટ આપી શકે છે. જોકે, સરકાર આ અંગે વિચારી રહી છે. સરકાર આ અમૂલ્ય ભેટ ક્યારે આપશે અને કેટલો સમય પછી જાહેરાત કરી શકે તે અંગે અહી કંઇ નક્કી નથી.

ક્રૂઝ સર્વિસની ભેટ આપવા માટે સરકારની વિચારણા
મહત્વનું છે કે, પ્રવાસન વિસ્તારોને વધારે વિકસાવવા માટે અને પ્રવાસીઓને વધારે સુવિધા આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુવિધાનો અભાવ હોય છે ત્યાં સરકાર દ્વારા સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. ત્યારે હવે ટુંક સમયમાં ગીર સોમનાથ અને દીવને ક્રૂઝ સર્વિસની ભેટ આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી