વાયુની અસર / વાવાઝોડાનાં કારણે ગીરમાં કેરીના પાકને નુકસાન, કુછડીમાં દરિયાનો પાળો તૂટતા 20થી વધુ હોડીઓ તણાઈ, પાલીતાણામાં એકનું મોત

પાળો તૂટતા 20થી વધુ હોળીઓ તણાઈ!

  • વાવાઝોડાનાં પગલે તાલાલા પંથકમાં આંબેથી કેસર કેરી ખરી, નુકસાની
  • વાયુ વાવાઝોડાને લઈ પવન ફૂંકાતા ખેડુતોને દોડધામ થઇ પડી

Divyabhaskar.com

Jun 13, 2019, 07:44 PM IST

જૂનાગઢ:વાયુ વાવાઝોડાના કારણે ગીરમાં કેરીના પાકને નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. બીજી તરફ વાયુ વાવાઝોડાના કારણે પોરબંદરના કુછડીના દરિયાનો પાળો તૂટતા 20થી વધુ હોડીઓ તણાઈ ગઈ હોવાની આશંકા છે.

તાલાલા પંથકમાં કેરીના પાકને નુકસાન
વાયુ વાવાઝોડાનાં પગલે તાલાલા પંથકમાં પણ અસર જોવા મળી હતી અને પવન ફુંકાતા પંથકમાં કેસર કેરીનાં પાકને નુકસાની થઇ હતી અને આંબેથી કેરીઓ ખરી પડી હતી. ત્યારે કેરીનાં પાકને નુકસાન ન પહોંચે તે માટે ખેડુતોમાં દોડધામ થઇ પડી હતી. તાલાલા પંથકમાં સવારે 9 વાગ્યા બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને છુટા છવાયા છાંટા પડયા બાદ પવન શરૂ થતાં આંબેથી કેસર કેરીઓ ખરવા પડી હતી. આમ ઉભો પાક ખરી પડતાં ખેડુતોને નુકસાન જવાની પણ ભીતિ સેવાઇ રહી હતી અને આગામી ભીમ અગીયારસનાં દિવસે કેરીનું વેંચાણ બંધ રહેવાનું હોય તેથી કેરીનું વેચાણ થઇ શકશે નહીં. આમ પવનનાં કારણે ઉભા પાકને નુકસાની પહોંચી હતી.

દિવાલ ધરાશાયી થતાં એકનું મોત
પાલીતાણામાં સાતમા માળની દિવાલ ધરાશાયી થતાં એકનું મોત નિપજ્યું છે. ધર્મશાળાનું કામ શરૂ હતું તે દરમિયાન દિવાલ ધરાશાયી થતા બે લોકો દબાયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો એકની ગંભીર હાલત ગંભીર રહેતા તેની સારવાર ચાલુ છે. પાલીતાણમાં વરસાદના વિરામ બાદ ઘટના બની હતી.

20થી વધુ નાની હોડીઓ દરિયામાં તણાઇ હોવની આશંકા
પોરબંદરના કુછડીના દરિયા કિનારે બનાવેલો પાળો તૂટ્યો હતો. જેના કારણેદરિયાનું પાણી સીમ વિસ્તારમાં ઘૂસવા લાગ્યું હતું. તો બીજી તરફ બંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંગરેલી 20 નાની હોડીઓ દરિયચામાં તણાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. વાવાઝોડાના આગમન પૂર્વે દરિયો તોફાની બન્યો છે. પોરંબદરના કુછડીના દરિયા કરનારાનો પાળો તૂટ્યો હતો. પાળો તૂટતા દરિયાનું પાણી સીમ વિસ્તારમાં ઘૂસ્યું હતું.
દરિયાઇ વિસ્તારમાં રેતીની ખનિજચોરીના કારણે પાળો તૂટ્યો હોવાનું માનવામાં આવે છે. જો દરિયો વધારે તોફાની બનશે તો મોટા પ્રમાણમાં પાણી ફરી વળવાની શક્યાતા સેવાઇ રહી છે. વધુ મળતી માહિતી પ્રમાણે પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંગરેલી 20થી વધુ નાની હોડીઓ દરિયામાં તણાઇ હોવની આશંકા છે. બંદર ઉપર માછીમારો પોતાની હોડીઓને સલામત સ્થળે ખસેડવા માટે જહેમ કરી રહ્યા છે.

વેરાવળ તાલુકામાં નાળિયેરીના પાકને નુકસાન

વાયુ વાવાઝોડાથી વેરાવળ તાલુકામાં ભારે પવનને કારણે નાળિયેરીના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. વેરાવળના ઉંબા ગામમાં આલગ અલગ ખેડૂતોની મોટી સંખ્યામાં નાળિયેરી પડી ગઇ છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

ભારે પવનના કારણે વીજળીના તારમાં શોટસર્કિટ
ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં ભારે પવનને કારણે વિજળીનાં તારમાં શોટસર્કિટ થયુ હતું. વીજળીના તાર એકબીજાને અડી જતાં લીમડાનાં ઝાડમાં આગના તણખલા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ વાઈરલ થયો છે. શોટસર્કિટ થતાં પીજીવીસીએલની બેદરકારી આવી સામે આવી છે. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.

વીજ કરંટ લાગતા ચાર ગૌવંશના મોત
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં વીજ કરંટ લાગતા ચાર ગૌવંશના મોત થયાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે વિસાવદરમાં કોર્ટ નજીક આવેલા ટ્રાન્શફર્મરમાંથી વીજ કરંટ લાગપસાર થતો હતો. તે સમયે ત્રણ ગૌમાતા ટ્રાન્સફોર્મર નજીક આવી હતી. જેને અચાકન વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી. જો ગાયત્રી પ્લોટ વિસ્તારમાં પણ એક ખુટનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.

4.8 લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા
રાજકોટની સ્વૈચ્છિક દ્વારા ખોરાક માટે 4.8 લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને રાજકોટની જે જે સંસ્થાઓએ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં મદદ કરી છે, તેની યાદી જોઇએ તો આત્મીય યુનિવર્સિટી દ્વારા 2000, સ્વામિનારાયણ ગુરુકુળ 5000, રાજન વડાલિયા 25000, બીએપીએસ ગોંડલ 15000, સદ્દગુરુ આશ્રમ 2500, ખોડલ ધામ 25000 , બિલ્ડર્સ એસોસિએશન 25000, આપા ગીગાનો ઓટલો 75000, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 100000, રમાનાથ ધામ ગોંડલ 10000, સ્વામિનારાયણ ગુરુકુળ 10000, ખાનગી શાળા મંડળ 10000ફૂડ પેકેટ્સની મદદ કરવામાં આવી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી