બેઠક / સિંહોનાં સંરક્ષણ માટે ફાળવેલા રૂ. 350 કરોડની કામગીરી ઝડપી પુરી થશે: વિજય રૂપાણી

Lions allocated for defense of lions 350 crore will be completed soon: Vijay Rupani

  • સિંહએ ગુજરાતની આગવી ઓળખ છે-રૂપાણી

Divyabhaskar.com

Jun 11, 2019, 03:06 PM IST

ગીર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ. 350 કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે. તે પેકેજની બધી કામગીરી સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા વન વિભાગના અધિકારીઓને સુચના આપી છે. જુનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહસદનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વન મંત્રી ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સિંહ એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે અને ગુજરાત પ્રવાસન પ્રવૃત્તિમાં પણ સિંહ અને સાસણ ગીર અભયારણ્યનું મહત્વ છે. ત્યારે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળીયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા વન વિભાગ ઉભી કરે.

પર્યટકોની સુવિધા માટે જરૂરી વાનની વ્યવસ્થા કરવા સુચન કર્યું
આ સાથે જ રૂપાણીએ આંબરડીમાં સિંહ દર્શન માટે પર્યટકોની સુવિધા માટે જરૂરી વાનની વ્યવસ્થા કરવા પણ સુચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ ગીરનાં વન અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ વાહનની જગ્યાએ ટુરીસ્ટ માટે ઇલેક્ટ્રીકથી ચાલતા વાહનોની પણ વ્યવસ્થા થાય તે જોવા ખાસ અનુરોધ કર્યોહતો. મુખ્યમંત્રીએ ગીર વન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન અટકે તે માટે પણ સઘન પગલા લેવાં વન અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

વન વિભાગે 350 કરોડના લાયન પેકેજ અંતર્ગત થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું
મુખ્યમંત્રીએ લાયન પેકેજની વિવિધ અગત્યની લાયન હોસ્પીટલ, સિંહો માટે સઘન સારવાર કેન્દ્ર, સિંહો માટે અન્વેષણ, સંશોધન અને નિદાન કેન્દ્ર, ડ્રોનથી દેખરેખ, રેડીયો કોલરથી દેખરેખ, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે આધુનિક લાયન એમ્બ્યુલન્સ વાન, સિંહો માટે કોરેન્ટાઇન સેન્ટર, શેત્રુન્જી ડીવીઝનની રચના, લાયન કન્ઝર્વેશન એક્ટીવીટી સાથે સંકળાયેલ સ્ટાફની તાલીમ, રેસ્ક્યુ સેન્ટરનું સુદ્રઢીકરણ, એનીમલ એક્ચેન્જ, વેટરનરી કેડરની સ્થાપના, આઇ.સી.યુ. સારવાર કેન્દ્ર, રસીકરણ, વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

વિજય રૂપાણીએ પત્ની સાથે સાસણ-સફારી પાર્કમાં 12 સિંહો નિહાળ્યાં
સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલિબેન રૂપાણીએ વનમંત્રી ગણપતભાઈ વસાવા સહિત વનવિભાગના અધિકારીઓ સાથે સાસણ સ્થિત સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જીપ્સીમાં વિજય રૂપાણી અને અંજલિબેન રૂપાણીએ સફારી પાર્કના જુદા જુદા રૂટ ઉપર 12 જેટલા સિંહો નિહાવ્યા હતા. તેમજ રસ્તામાં મુખ્યમંત્રીએ વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દુધાળા નેસમાં માલધારી પરિવારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંજલિબેન રૂપાણીએ માલધારી બહેનો પાસે જંગલમાં તેમના માટેની સુવિધા, બાળકોનું શિક્ષણ વગેરે માહિતી મેળવવાની સાથે ખબર અંતર પૂછયા હતા.

X
Lions allocated for defense of lions 350 crore will be completed soon: Vijay Rupani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી