ચોમાસું / જાફરાબાદ પંથકમાં 2 ઈંચ , ઉનાનાં દેલવાડામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, ઉમરેઠીમાં હિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામને એલર્ટ અપાયું

2 inches of rain in 2 hours in Una Delwarda
હિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામને એલર્ટ કરાયા
હિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામને એલર્ટ કરાયા

  • 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

Divyabhaskar.com

Sep 03, 2019, 05:17 PM IST

ગીર:ઉનાનાં દેલવાડામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી હતી. 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બે ઈંચ જેટલો વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી હતી.આ સાથે જ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ઉના, ગીર ગઢડા, સહિત તાલાલાનાં ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

રાજુલા જાફરાબાદ પંથકમાં 2 ઈંચથી વધુ વરસાદ
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં સાંબેલાધાર 2 ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાજુલા તાલુકાનાં સાંજણાવાવ ગામની સ્થાનિક નદીમાં પુર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. આ સાથે જ રાભડા, ડુંગર,વિસળીયા જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તો જાફરાબાદ તાલુકાના સરોવડા, કાતર, બારપટોળી, કંથારીયા, ફાસરીયામાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સરોવડા સહિતના ગામોના તળાવ ભરાઈ ગયા છે. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામને એલર્ટ કરાયા
બીજી તરફ વેરાવળ નજીક ઉમરેઠી ગામમાં આવેલ હિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવી છે. હિરણ-2 જિલ્લાનો મોટો ડેમ છે. આ ડેમ વેરાવળ, પાટણ અને સુત્રાપાડા નગરપલિકા ઉપરાંત 42 ગામ જુથ પાણી પુરવઠા સહિત 7 સંસ્થાઓ પાણી ઉપાડે છે. ડેમમાં જળ સ્તર વધતાં પ્રજાને પીવાના પાણીની સમસ્યા નહીં રહે.

(જયેશ ગોંધીયા- ઉના, જયદેવ વરૂ-અમરેલી)

X
2 inches of rain in 2 hours in Una Delwarda
હિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામને એલર્ટ કરાયાહિરણ-2 ડેમ ભરાઈ જતાં 14 ગામને એલર્ટ કરાયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી