દીવ / સરકારી તબીબે મહિલા સાથે છેડતી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ, ડોક્ટરની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • નવા બંદરની મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ બાદ આરોપી જેલ હવાલે

Divyabhaskar.com

Aug 30, 2019, 12:50 PM IST

જૂનાગઢ:દીવની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ સામે નવા બંદરની એક મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધાયો છે. બીમાર પુત્રની સારવાર માટે હોસ્પિટલમાં લઇને આવેલી મહિલા સાથે ડૉક્ટરે અડપલા કર્યાની ઘટના બની હતી. જેથી મહિલાએ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી. પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તાલુકાનાં નવા બંદરની એક મહિલા દીવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગઇ હતી. એ વખતે ફરજ પરનાં તબીબ ડો. પ્રદિપ સોલંકી (ઉ. 54) એ તેની સાથે અડપલાં કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આથી મહિલાએ તેના પતિ સાથે દીવ પોલીસમાં ફરીયાદ કરી હતી. જેને પગલે એસ.પી. હરેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ પીઆઇ પંકજ ટંડેલે તબીબની ધરપકડ કરી રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી