તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Gold Plating Will Be Mounted On The Summit At Krishna Bhagwan's Dehosargat Site, A 2 Km Long Journey With 1100 Cars And 3500 Bikes.

કૃષ્ણ ભગવાનનાં દેહોત્સર્ગ સ્થળે શિખર પર સુવર્ણ કળશ ચઢાવાશે, 1100 કાર અને 3500 બાઈક સાથે 2 કિમી લાંબી રથયાત્રા નીકળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10થી 13 ઓક્ટોબર સુધી ભાલકેશ્વર મહોત્સવ યોજાયો
  • દ્વારિકાથી મર્મભૂમિ ભાલકાતીર્થની ભવ્ય રથયાત્રા યોજાઈ

દ્વારકા: ભાલકાતીર્થના નૂતન મંદિર પર ધ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે. ત્યારે 1100 કાર અને 3500 બાઈક સાથે 2 કિમી લાંબી રથયાત્રા દ્વારકાથી પ્રસ્થાન કરાવવામાં આવી છે.  આ રથયાત્રા 12 ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. આ રથયાત્રાએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે.

રથયાત્રા શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે
શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા. 10થી 13 ઓક્ટોબર સુઘી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે સવારે 9 વાગ્યે દ્વારિકાથી ભાલકાતીર્થ સુધીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. રથમાં શ્રીમદ્ ભાગવદ્ગીતાને પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રથયાત્રા ઉપલેટા, જૂનાગઢ સહિતના ગામો-શહેરોમાંથી પસાર થઇ તા. 12 ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. તા. 13 ઓક્ટો.ને રવિવારે સવારે 8 વાગ્યાથી નારાયણયાગ યજ્ઞનો શુભારંભ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો