તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી NRI ગામોમાં મેડિકલ સ્ક્રિનિંગ ,વિદેશથી આવેલા 131 મુસાફરો ઓબ્ઝર્વેશન હેઠળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીનાઃ તાલુકાની રાજસ્થાનની આંજણી બોર્ડર થી રાજસ્થાનમાંથી વાહનોની અવર જવર વધુ હોવાથી બુધવારે અજાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ. જીતેન્દ્ર યાદવ તથા ડો.વિપુલ આયુષ તથા આરોગ્યની ટીમ દ્વારા આંજણી બોર્ડર ઉપર રાજસ્થાન તરફથી આવતા લોકોનું સ્ક્રીનીંગ ટેસ્ટ કરી તપાસ્યા હતા તથા લોકોને વાયરસ વિષે માહીતી આપી જાગૃત કર્યા હતા. - Divya Bhaskar
પોશીનાઃ તાલુકાની રાજસ્થાનની આંજણી બોર્ડર થી રાજસ્થાનમાંથી વાહનોની અવર જવર વધુ હોવાથી બુધવારે અજાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ. જીતેન્દ્ર યાદવ તથા ડો.વિપુલ આયુષ તથા આરોગ્યની ટીમ દ્વારા આંજણી બોર્ડર ઉપર રાજસ્થાન તરફથી આવતા લોકોનું સ્ક્રીનીંગ ટેસ્ટ કરી તપાસ્યા હતા તથા લોકોને વાયરસ વિષે માહીતી આપી જાગૃત કર્યા હતા.
  • સાબરકાંઠામાં નેપાળનો વ્યક્તિ આઇસોલેશન વોર્ડમાં
  • ગુણભાંખરીમાં ચિત્ર-વિચિત્ર મેળાના આયોજનો રદ,ધાર્મિકવિધિ ચાલુ રહેશે
  • ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા
  • દવાખાનામાં દવાનો પુરતો સ્ટોક અને સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક હાજર રહેશે

સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા દોઢેક માસ દરમિયાન વિદેશથી આવેલા 183 જણાનુ વહીવટી તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરાયુ છે અને હાલમાં ઇન્ફ્રેક્ટેડ દેશોમાંથી આવનાર 131 જણાને ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે તથા નેપાળથી આવેલ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાતાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે મોકલાયા છે અત્યાર સુધીમાં 5 શંકાસ્પદના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દરમિયાન ગુરૂવારથી જિલ્લામાં તમામ NRI ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ક્રિનિંગ હાથ ધરાશે. 

  • સાબરકાંઠા જિલ્લામાં માર્ચ માસ દરમિયાન વિદેશથી આવેલ તમામ લોકોનુ આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનીંગ થઇ રહ્યુ છે તે પૈકી ઇન્ડોનેશીયા, ચીન, થાઇલેન્ડ, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા થી આવેલા અને શંકાસ્પદ જણાતા 5 જણાને આઇસોલેશન વોર્ડમાં રાખી રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઇ છે તાજેતરમાં નેપાળથી પરત આવેલ એક આધેડનું સ્ક્રીનીંગ થતાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
  • સા.કાં. કલેક્ટર સી.જે. પટેલે જણાવ્યુ કે જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં 60 બેડની ક્ષમતાવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે તેમ છતાં જરૂરિયાત જણાશે તો ચાર ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડનો ઉપયોગ કરાશે જિલ્લાના તમામ સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો પૂરતો સ્ટોક અને તાલિમ બધ્ધ સ્ટાફને રાઉન્ડ ધી ક્લોક તૈનાત કરાયો છે.

હિંમતનગરમાં 3 દિવસમાં જાહેરમાં થૂકનાર 126 દંડાયા 
હિંમતનગર પાલિકા દ્વારા જાહેરમાં થૂકનાર વિરુધ્ધ કડક રૂખ અખત્યાર કરવામાં આવતા તા. 16/03/20ના રોજ 23 જણા પાસેથી રૂ.1150, તા.17/03/20ના રોજ 47 જણા પાસેથી રૂ.4 હજાર અને તા.18/03/20 ના રોજ 56 જણાને રૂ.4650 મળી કુલ 126 જણાને જાહેરમાં થૂકવા બદલ રૂ.9700 નો દંડ વસૂલ કર્યો હતો જ્યારે પ્રાંતિજ પાલિકાએ રૂ.700, તલોદ પાલિકાએ રૂ.700 ઇડર પાલિકાએ રૂ.2550, વડાલી પાલિકાએ રૂ.1000 ખેડબ્રહ્મા પાલિકાએ રૂ.1050 દંડ વસૂલ કર્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડાપીણાના વેચાણ પર પ્રતિબંધ 
સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ગામના નાના મોટા તમામ - ગલ્લા દુકાન ધારકોને નોટીસ આપી પોતાની દુકાનમાં ઠંડાપીણા, આઇસ્ક્રીમ, પેપ્સી, માઝા, ફેન્ટા વગેરેનું વેચાણ કોરોના વાયરસ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી બંધ કરવા નોટીસો આપી છે. ઇડર તાલુકાની મણીયોર ગ્રામ પંચાયતે રૂ.2100 ના દંડની જોગવાઇ કરી છે તો વક્તાપુર ગ્રામ પંચાયતે રૂ.5 હજાર સુધીના દંડની જોગાવાઇ કરી છે. જિલ્લાની તમામ ગ્રા.પં.એ રૂ.2100 થી માંડી રૂ.5 હજારના દંડની જોગવાઇ કરી છે. 
ગુણભાંખરીમાં ચિત્ર-વિચિત્ર મેળાના આયોજનો રદ,ધાર્મિકવિધિ ચાલુ રહેશે 
અસ્થિ વિસર્જન દરમિયાન ટોળાને બદલે બે-ત્રણ લોકો જાય તેવું આયોજન કરવા સરપંચોને સમજાવાયા

ખેડબ્રહ્માઃ અને પોશીના તાલુકામાં કોરોના વાયરસને લઇ આવનાર સમયમાં યોજાનાર ધાર્મિક મેળાના આયોજનોનો દાયરો સિમિત કરવા વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે અને ગુણભાંખરી ખાતે યોજાનાર ચિત્ર-વિચિત્ર પ્રાચીન મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મેળાના આયોજનો રદ કરવા અને અસ્થિવિસર્જન માટે ટોળાને બદલે માત્ર બે-ત્રણ વ્યક્તિ જાય તેવુ આયોજન કરવા સરપંચો સાથે પ્રાંત અધિકારી કૌશિકભાઇ મોદીએ તાલુકા સેવાસદનમાં બેઠક કરી હતી. 

બિમારી ન ફેલાય તે માટે મેળો રદ
હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં હોવાથી ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં તકેદારીના ભાગરૂપે પ્રાંત અધિકારી દ્વારા દેલવાડા (છો) અને સેબળિયા (પો) ના સરપંચ સહિત અધિકારીઓને આવનાર સમય અતિ ગંભીર હોય ગુંણભાખરી ગામે યોજનાર મેળો તેમના સ્તરે જરૂરી કાર્યવાહી કરી રદ કરવા અને લોકોને સમજાવવા અને આ મેળામાં ખેડબ્રહ્મા,પોશીના દાંતા, અમીરગઢ, અને રાજસ્થાનન કોટડા અને વિદેશી પર્યટકો આવતા હોય બિમારી ન ફેલાય તે મેળો રદ કરી મેળાનો દાયરો સિમિત કરવા સમજાવ્યા હતા. આદિવાસી સમાજનો આ આસ્થાનો વિષય હોવાથી અસ્થિ વિસર્જન માટે ફક્ત બે થી ત્રણ લોકોને જવા માટે મંજૂરી આપી હતી. મિટીંગમાં મામલતદાર જી.ડી.ગમાર,પોશીના નાયબ મામલતદાર એસ.સી.ગોતીયા, હર્ષભાઈ પરમાર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના વહીવટી વિભાગના અધિકારીઓ હાજર હતા

અન્ય સમાચારો પણ છે...