તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં કારમાંથી વિદેશી દારૂની 120 બોટલ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક
  • 3.61 લાખનો મુદ્દામાલ ઝડપાયો
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

કલોલ: ગાંધીનગર એલસીબીએ કલોલમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે કલોલ હાઇવે પર આવેલ મીલન ગેરેજની પાછળના ભાગે એક સ્વીફટ ડીઝાયર કારમાં વિદેશી દારૂ ભરેલો છે. 

એલસીબીએ ચારેય આરોપીઓ સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાવ્યો છે
જેના આધારે એલસીબીએ અંધારામાં ઉભેલી GJ-08-AJ-2063ની તલાસી લેતા તેમાંથી દારૂની નાની-મોટી 120 બોટલો મળી આવી હતી. જેથી એલસીબીએ કારમાં સવાર બનાસકાંઠાના  કમલેશભારથી દશરથભારથી ગોસ્વામી (ડીસા), હરેશ ઉર્ફે હર્ષ મહેન્દ્રભાઇ ટાંક(જોધપુરીયા ઢાણી), સંજય હંસરાજભાઇ ટાંક(જોધપુરીયા ઢાણી) તથા કલોલના મુકુંદ રાજેશભાઇ પટેલ (સત્વ બંગ્લોઝ)ને ઝડપી પાડ્યા હતા. 
પોલીસે 2800ની કિંમતનો દારૂ, 4 મોબાઇલ તેમજ કાર મળી કુલ 3,61,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ ચારેય આરોપીઓ સામે કલોલ પોલીસમાં પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસને તપાસ દરમિયાન દારૂની નાની-મોટી 120 બોટલો મળી આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો