પોલીસ દ્વારા બીચ પાસેની 35 જેટલી રાઈડ્સ બંધ કરાવી દેતા વેકેશન માણવા આવેલા પ્રવાસીઓ નિરાશ થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાઇડ્સ ચાલુ રાખવા માટે ઓપરેટરે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ પહેલા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના રહેશે

માંડવી: માંડવી બીચ પર પરવાનગી વગર ચાલતી 30થી 35 વોટર રાઈડ્સ પોલીસે બંધ કરાવી દીધી છે. પોલીસ દ્વારા તમામ રાઈડ્સ પર રોક લગાવવાથી દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ સ્પીડ બોટની મજા લઇ ન શક્યા. પોલીસે જણાવ્યા અનુસાર, રાઇડ્સ ચાલુ રાખવા માટે ઓપરેટરે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ પહેલા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના રહેશે. 
 
25 ઓક્ટોમ્બરે અજાણ્યા શખ્સો દ્વારા વોટર સ્પોર્ટસથી ત્રણ બોટ સહિત ચાર સાધન પર પેટ્રોલ છાંટી સળગાવી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં અંદાજિત 30 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, જેના આધારે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીચ પર આગની ઘટના બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા પર તમામ ઓપરેટરને નિયમ મુજબના ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની સૂચના અપાઇ છે. ઓપરેટરો પાસે જરૂરી ડોક્યુમેન્ટના હોવાથી તમામ રાઇડ્સ દરિયા કિનારે ચડાવી દેવાની ફરજ પડી હતી. રાઇડ્સ બંધ થઇ જવાવાથી દિવાળી વેકેશનમાં મજા માણવા આવેલા પ્રવાસીઓ નિરાશ થયા હતા. 

(તસવીર અને અહેવાલ - સુરેશ ગોસ્વામી, માંડવી)