તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિપુર પાસે બાઇક અડફેટે રાહદારી ઘાયલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાઇકની ગતિ ચાલક કંટ્રોલ ન કરી શક્યો

ગાંધીધામઃ આદિપુર નજીક ઇફ્કો કોલોની સામે સમાજવાડીમાં જમણવારમાં જવા રસ્તો ક્રોસ કરી રહેલા બે સગા ભાઇને પૂર ઝડપે આવેલા બાઇક સવારે ટક્કર મારતાં એક જણાને ગંભીર પહોંચી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. 
બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. 
અંજારના મેઘપર બોરીચી ખાતે રહેતા 63 વર્ષીય જગદિશભાઇ મહાદેવાભાઇ સોલંકી અને તેમના મોટાભાઇ ગોપાલભાઇ  આદિપુરના વોર્ડ-2/બી માં આવેલી પુષ્કર સમાજવાડીમાં પરિવારના લગ્ન પ્રસંગે યોજાયેલા જમણવારમાં તા.10/2 ના રાત્રે 8 વાગ્યાના અરસામાં પગપાળા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવેલા જીજે-12-બીસી-0707 નંબરના બાઇક ચાલકે ગોપાલભાઇને ટક્કર મારતા઼ ગોપાલભાઇ ફંગોળાઇ નીચે પટકાયા હતા જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ગોપાલભાઇને પ્રથમ સારવાર માટે ડીવાઇન લાઇફ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર ચાલુ હોઇ આ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું ફરિયાદી જગદિશભાઇએ જણાવ્યું હતું. આ અકસ્માતમાં જગદિશભાઇને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...