તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ: ગાંધીધામની એક શાળાએ નવી માધ્યમિક શાળા (ધો.9) માટે મંજુરી મેળવવા કાર્યવાહી કરી હતી. તબક્કાવાર કરેલી કાર્યવાહીની સાથે ફાઇલ સરકારી દફતરોમાં અટવાતી રહી અને બીજી તરફ અંદાજે 73 જેટલા છાત્રોને શાળાએ પ્રવેશ પણ આપી દીધો. ત્યાર બાદ સચિવથી લઇને બોર્ડ સુધી પત્ર વ્યવહાર અને અપીલ કરવામાં આવ્યા પછી પણ કોઇ જવાબ ન આવતાં આખરે શાળાએ 73 છાત્રોને અન્યત્ર પ્રવેશ શિક્ષણ વિભાગના જ હુકમ બાદ આપી દેવો પડ્યો હતો. જોકે, આ બાબતે વાલીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને તેના સંતાનોના ભાવિ સાથે ચેડા થયા હોવાની ફરીયાદ કરી આવી રીતે ફરીથી કોઇ કાર્યવાહી ન કરે તેવી માગણી કરી રહ્યા છે.
ઓનલાઇન અરજી 31 માર્ચના કરી હતી
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરની એક શાળાએ નવી માધ્યમિક શાળા શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સંદર્ભે ઓનલાઇન અરજી 31 માર્ચના કરી હતી. જે સંદર્ભે સચિવ કક્ષાએ ત્યાર બાદ અપીલ પણ કરવામાં આવી હતી. જુનમાં લીઝની ડીડ સહિતના મુદ્દા ઉભા કરીને મંજુરી આપી ન હતી. આ બાબતે અપીલ કરવામાં આવતા થયેલા આદેશ પછી ચકાસણી પણ કરવામાં આવી હતી. કામ ચલાઉ મંજુરી આપવા માટે પણ સઘળી પ્રોસીઝર થઇ ગયા પછી શિક્ષણ વિભાગના તુમારમાં અટવાયેલી ફાઇલનો નિકાલ સમયસર આવી શક્યો ન હતો.
સેન્ડવિચ સ્થિતિમાં મુકાયેલા શાળા સંચાલકો
દરમિયાન આ બાબતે બીજી તરફ જોવામાં આવે તો વાલીઓએ તેના સંતાનોના ભાવિને ડામાડોળ થાય તેવી સ્થિતિને કારણે મંજુરીનો પ્રશ્ન ઉભો કર્યો હતો. સેન્ડવિચ સ્થિતિમાં મુકાયેલા શાળા સંચાલકો દ્વારા આખરે વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય ન બને અને તેની કારર્કિદીમાં વર્ષ ન બગડે તે હેતુથી અન્ય શાળામાં આ છાત્રોને ટ્રાન્સફર કરી દીધા હતા. આ બનાવ પછી શિક્ષણ વિભાગ દ્વારા તાકીદે મંજુરી કે નામંજુરીની કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે.
ગાંધીધામ - આદિપુરની જમીનો ભાડા કરારથી જ મળે છે
સૂત્રોના દાવા મુજબ એક તબક્કે એવી ક્વેરી કાઢવામાં આવી હતી કે સંસ્થા પાસે પોતાની જમીન નથી. 99 વર્ષના ભાડાપટ્ટે કરાર રજૂ કર્યા છે. જો આ મુદ્દો ચલાવવામાં આવે તો શહેરની શિક્ષણ સંસ્થાઓને લાગુ પડી શકે છે. કારણ કે અહીં એસઆરસી કે ડીપીટી હસ્તક જમીન હોવાથી જમીનની માલિકી કોઇ થઇ શકતું નથી. આ રીતે ક્વેરીની અસરથી અન્ય શાળાઓ પણ આવી જાય તેમ છે. આ બ ાબતે જરૂરી સ્પષ્ટતા થયા પછી આખરે માર્ગ મોકળો થયો હતો. ઉલ્લેખનીય છે કે સંકુલમાં કોઇની પાસે જમીન ન હોવાથી એસઆરસી કે ડીપીટીનો આસરો લેવો પડે છે. સરકારી તંત્રને પણ જમીન માટે ડીપીટી કે એસઆરસી પાસે ખોળો પાથરવાની ફરજ પડતી હોય છે.
સરકારી તંત્રમાં નિયમ મુજબ કામ કરવામાં થતા વિલંબથી અસર
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગમાં હાલ જોવામાં આવે તો લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે. શિક્ષણ ક્ષેત્રે આવેલી આ જાગૃતિના પરીણામે વ્યાપ વધી રહ્યો છે. તેને પહોંચી વળવા માટે કેટલીક સંસ્થાઓએ માનવતાના ધોરણે પણ પ્રયત્ન શરૂ કર્યા છે જ્યારે કેટલાકે હાટડી પણ ખોલી નાખી હોય તેવી સ્થિતિ છે. સરકાર નોમ્સ મુજબ જે તે નિયમો મુજબ કાર્યવાહી સમયસર થવી જોઇએ તે ન થતાં આખરે પાડાના વાંકે પખાલીને ડામ થાય તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. સંકુલમાં આવા અગાઉ કિસ્સા બની ચુક્યા છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને જે તે બાબતોમાં મંજુરી આપવાની હોય તે સમયસર મળે તે માટે સ્થાનિક નેતાગીરીએ પણ રસ લેવાની જરૂર છે.
શાળા દ્વારા વર્ગ વધારવા મંજુરી મંગાતી હોય છે
ગાંધીધામ શહેર અને તાલુકામાં અંદાજે 30થી વધુ શાળાઓ ગ્રાન્ટ ઇન અને પ્રાઇવેટ આવી છે. જે તે શાળા સંચાલકો દ્વારા તબક્કાવાર વર્ગ વધારવા કે ક્રમીક વર્ગ વધારવા માટે મંજુરી મેળવવા અરજી કરવામાં આવતી હોય છે. પ્રાથમિક માટે ભુજ કક્ષાએથી અને માધ્યમિક માટે બોર્ડ લેવલથી મંજુરી આપવામાં આવતી હોય છે. મંજુરી માટે કાર્યવાહી કરવામાં આવ્યા પછી પણ સમયસર લીલીઝંડી મળતી ન હોવા છતાં કેટલીક વખત મંજુરીની અપેક્ષાએ પણ વર્ગ વધારવામાં આવી દેવાતો હોય છે. પાછળથી કોઇ પ્રશ્ન ઉભો થાય તો તે પ્રમાણે જે તે સંસ્થા દ્વારા કાર્યવાહી કરાતી હોય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.