ભુજ / ચાડવા રખાલમાં 5 કરોડના ખર્ચે મોમાઇ માતાજીનું મંદિર બનશે

The temple of Momai Mataji will be constructed at a cost of Rs

  • 1 એકર જમીનમાં ભવ્ય આયોજન
  • ચાડવા રખાલમાં નિર્માણાધિન મોમાઇ માતાજીનું મંદિર 
  • મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાનો દિવ્ય ભાસ્કર માટે ખાસ અહેવાલ

Divyabhaskar.com

Oct 24, 2019, 09:18 AM IST

ભુજ: ભુજથી 35 કિલો મીટરના અંતરે આવેલી ચાડવા રખાલમાં કચ્છના રાજવી પરિવારના દ્વારા 5 કરોડના ખર્ચે મોમાય માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. ચોમાસા પૂર્વે મંદિરનું બાંધકામ પૂર્ણ થયેથી ભાવિકો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાશે. ચાડવા રખાલના પ્રીતિ સાગર સરોવરના કિનારે બનતાં અમારા કુળદેવીના મંદિરમાં મોમાય માતાજીની ભવ્ય મૂર્તિ ઉપરાંત એક તરફ હિંગળાજ માતા અને રૂદ્રમાતા તેમજ બીજી બાજુ મહાકાળી માતા તેમજ ત્રિપુરા સુંદરી માતાજીની મૂર્તિઓ હશે.

બે માળની ઉંચાઇ ધરાવતા આ પાંચ શિખર સાથેનું મંદિર સિધ્ધપુરના સુરેશભાઇ અને ભાવેશ સોમપુરા બંધુની દેખરેખ હેઠળ બની રહ્યું છે. મુખ્ય માર્ગથી થોડા અંતરે બનતાં આ મંદિરનું કામ ચોમાસા પહેલાં પૂરું કરી દેવાય તેવી આશા છે. ભાવિકો રહી શકે તેમજ રસોઇ બનાવી શકે તે માટે અલાયદું અતિથિ ગૃહ પણ બનાવાશે. હું અને મહારાણી પ્રીતિ દેવી મંદિર બાંધકામની દેખરેખ રાખી રહ્યા છીએ.

X
The temple of Momai Mataji will be constructed at a cost of Rs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી