ભુજ / સાંધવમા મળ્યા આદિમાનવના અવશેષો

The remains of Adimanu were found in the sandhav

  • આફ્રિકાથી હોમો સેપીઅન્સ ભારતમાં 60 હજાર નહીં 1 લાખ વર્ષ પહેલા આવ્યા હતાં 
  • 2017માં મળી આવેલા આદિમાનવના ઓજારો અધધ 1.14 લાખ વર્ષ જૂનાં
  • ઇતિહાસના એક મતનું ખંડન

Divyabhaskar.com

Nov 12, 2019, 09:40 AM IST

ભુજ: આફ્રિકાથી આધુનિક માનવીના પૂર્વજ એવા હોમો સેપીઅન્સ ભારત સહિતના એશિયામાં ક્યારે આવ્યા તે અંગે પુરાતત્વવિદોમાં બે મતો છે. તેવામાં આ બે અલગ-અલગ થીયેરીમાંથી હવે કચ્છના સાંધવમાંથી મળેલા પાષાણ યુગના અવશેષોએ હલ કાઢવા મદદ મળી છે. સાંધવમાંથી મળેલા પાષાણયુગના અવશેષો અધધ 1.41 લાખ વર્ષો જુના હોવાનું બહાર આવ્યું છે. જે ભારતમાંથી હોમો સેપીઅન્સના સૌથી જૂના અવશેષો માનવામાં આવ્યા છે. કચ્છમાંથી મળેલા આ અવશેષો ઇતિહાસના અનેક રહસ્યો પરથી પદડો ઉચકાશે.


અબડાસા તાલુકાનો સાંધવ હાલ દુનીયાભરના પુરાતત્વોવિદોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વડોદરાની એમએમસ યુનિવર્સિટીના આર્કોલોજીકલ વિભાગે અન્ય વિદેશી યુનિવર્સિટી સાથે મળી સાંધવ ગામની નદીમાંથી વર્ષ 2017માં આદિમાવનની સાઇટ શોધી હતી. અહીં પાષાણયુગના ઓજારો મળી આવ્યા હતા. આર્કોલોજીવિભાગના પ્રોફેસર અજીત પ્રસાદે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અત્યાર સુધી આફ્રિકાથી આધુનિક માનવીના પૂર્વજ એવા હોમો સેપીઅન્સ ભારત સહિતના વિસ્તારોમાં અંદાજે 60 હજાર વર્ષ પહેલા અથવા અંદાજે 1.20 લાખ વર્ષ પહેલા આવ્યા હતા તેવા બે મત હતાં. પુરાતત્વવિદોમાં આ બે મતો વિશે વિખવાદ છે. તેવામાં સાંધવ ખાતે મળેલા આ અવશેષોનું ઓએસએલ ડેટીંગ પદ્ધતી વડે અભ્યાસ કરાતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સાંધવના ઓજારો અધધ 1.14 લાખ વર્ષ જુના હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે આફ્રિકાથી હોમો સેપીઅન્સ અંદાજે 1.20 લાખ વર્ષ પહેલા ભારત આવ્યા હોવાની થીયરીને માન્યતા મળે છે. સાંધવમાં મેળેલા ઓજારો હોમો સેપીઅન્સના ભારતમાંથી મળેલા અવેશેષોમાં સૌથી જુના છે. જેના પગલે ઇતિહાસની એક મહત્વપૂર્ણ થીયરી હલ કરવામાં સાંધવની સાઇટ ખૂબ જ મોટું કેન્દ્ર બની છે. આ શોધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભિનંદન મુખર્જી તથા પ્રવિણ કુમાર પણ જોડાયા હતા.

X
The remains of Adimanu were found in the sandhav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી