ભુજ / ખાણદાણના વેપારીઓના કરોડો માલધારીઓમાં ફસાયા

Millions of mining merchants were trapped

  • અનેક વેપારી પેઢીઓના લાંબા સમયથી નાણા ન આવતા કપરી પરિસ્થિતિમાં મુકાયા 
  • ગત વર્ષોમાં અપુરતા વરસાદની સ્થિતિનો ગેરલાભ લીધો 

Divyabhaskar.com

Nov 11, 2019, 09:33 AM IST

ભુજ: ભુજ અને આસપાસના વિસ્તારોમાં ખાણદાણનો વેપાર કરતા વેપારીઓ દ્રારા દુષ્કાળની પરિસ્થિતી દરમિયાન માલધારીઓને છુટા હાથે ખાણદાણનો માલ ઉધારમાં આપી દીધા બાદ કરોડોનું દેવું ચડી ગયું હોવાનું અને માલધારીઓ પાસેથી લાંબા સમયથી ફસાયેલા નાણા ન આવતાં વેપારીપેઢીઓ કપરી પરિસ્થિતીમાં મુકાઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે. કચ્છમાં ગત છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમિયાન વરસાદ સારો ન પડતાં પશુ પાલકો પોતાના ઢોરના નિભાવ માટે ખાણદાણ ખરીદવા ફાંફા મારવા પડતા હતા તે દરમિયાન આ મોકાનો લાભ લઇ કેટલાય વેપારીઓ ખાણદાણના વેપારમાં ઝંપલાવીને મોટા પાયે માલધારીઓને ઉધારમાં માલ આપી કમાઇ લેવાની તક ઝડપી હતી.


દરમિયાન આ વર્ષે વરસાદ સારો થયો અને માલધારીઓ દુષ્કાળની પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા પણ વેપારી પાસેથી લીધેલો લાખો કરોડાના ખાણદાણના માલના રૂપિયા ચુકવાનું નામ લેતા ન હોઇ જેમા વેપારીઓ અને મોટા માથાઓના પણ નાણા ફસાયા હોવાના અહેવાલ મળી રહયા છે. અને હાલ અમુક વેપારીપેઢી નાણા આવી જવાની આશાએ ચાલુ રાખી હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું છે. ઉધારમાં ખાણદાણનો જથ્થો આપનારા વેપારીઓ હવે સારું વર્ષ આવ્યા પછી પણ ઉઘરાણીની રકમ ન આવવાના કારણે હાથ પર હાથ દઈને બેઠા છે.


આ પરિસ્થિતિ જો લાંબી ચાલી તો અનેક વેપારીઓને જબ્બર ફટકો પડવાની સાથે કંઈક વેપારીઓ અને માથાઓ ઉઠમણું કરી જાય તેવી સ્થિતિમાં આવી જાય તેમ છે. એક બિન સત્તાવાર સર્વેક્ષણ મુજબ બહાર આવેલી વિગતો અનુસાર કચ્છ જિલ્લામાં ભુજ અને આસપાસના વિસ્તારમાં લગભગ ત્રીસેક જેટલા ખાનદાનમાં વેપારીઓ એવા છે કે, જેમને અત્યાર સુધી લાખો નહીં પણ કદાચ કરોડો રૂપિયાનો માલ ઉધારમાં આપી દીધો છે. ત્યારના સમયમાં અપાયેલી આ ઉધારી હવે સારા વરસાદ પછી પણ હજુ સુધરવાનું નામ લેતી ન હોવાથી વેપારીઓ માટે આવતી કટોકટીભરી કપરી સ્થિતી કહી શકાય તેવો સમય આવી ગયો છે.


હાલના તબક્કે અમુક વેપારીઓ ઉગરાણી આવી જાય તે માટે તેમના વ્યવસાય સ્થાનનો ચાલુ રાખીને બેઠા છે પરંતુ જાણકારોના કહેવા અનુસાર આ સ્થિતી બહુ લાંબો સમય કાઢે તેમ નથી. ભુજમાં ખાણદાણના વેપાર સાથે જોડાયેલા અને સતાપક્ષમાં હોદા પર બેઠેલા વેપારીએ જણાવ્યું હતું કે, જેતે સમયે માલધારીઓને જથ્થો આપ્યો હતો અને તે માલધારીઓ હજરત કરી ગયા હતા હાલ તે પરત આવી ગયા છે, તેમના સાથે વેપારનો સબંધ ચાલ્યા કરે છે. નાણા એટલા બાકી નથી વેપારી અને પશુપાલકો વચ્ચે આવું બનતું રહે છે, જ્યારે ભાજપના અન્ય એક હોદેદારે તેમની પેઢીના અંદાજીત કરોડ રૂપિયા માલધારી પાસે બાકી છે અને તે હજુ સુધી આવ્યા નથી.તેવું સ્વીકાર્યું હતું.


‘30 વેપારીમાંથી અમુકના જ નાણા ફસાયા’
આ બાબતે ભુજ જથ્થા બંધ બજારના વેપારી એસોસીએશનના પ્રમુખ મેહુલભાઇ ઠકકરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજ અને આસપાસના વિસ્તારમાં 30 જેટલા વેપારીઓ ખાણદાણનો હોલસેલ ધંધો કરે છે જેમાંથી કેટલાક લોકોના નાણા ફસાયા છે.

X
Millions of mining merchants were trapped

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી