ભાસ્કર વિશેષ / કચ્છના સૌપ્રથમ ઇસ્કોન મંદિરનું આજે ભૂમિપૂજન 

Land of today's first ISKCON temple in Kutch

  • સંસ્થાના ગવર્નિંગ બોડીના મેમ્બર ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજના હસ્તે..
  • 16 એકરમાં કરોડોના ખર્ચે મંદિરનું સંકુલ આકાર લેશે

Divyabhaskar.com

Nov 10, 2019, 10:54 AM IST

ભુજ: ભગવાન શ્રી કૃષ્ણના સિદ્ધાંતો અને તેમના દર્શાવેલા ભક્તિ માર્ગને અનુસરી દેશ વિદેશમાં પ્રચાર પ્રસાર કરતા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવનામૃત સંઘના કચ્છનું સૌપ્રથમ મંદિર ભુજમાં આકાર લેશે ત્યારે તેનું ભૂમિપૂજન આજે ઇસ્કોનના ભારતના મુખ્ય વડા ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે. સાથે ઇસ્કોન ગુજરાતના જશોમતીનંદન પ્રભુ હાજર રહેશે.


ભુજના એરપોર્ટ રોડ પર 16 એકર જેટલી જગ્યામાં ઇસ્કોન મંદિર નિર્માણ થઇ રહ્યું છે.ગોવિંદભાઈ અને ગોપાલભાઈ ગોરસિયા દ્વારા જમીન દાનમાં આપવામાં આવી છે, જ્યાં સંસ્થા ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના શિષ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજના આશીર્વાદ સહ મંદિર નિર્મિત થશે. સવારે 8 વાગ્યાથી શરૂ થતા કાર્યક્રમમાં હવન, ભૂમિ પૂજન બાદ સંકીર્તન અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અંતમાં આશીર્વચન પાઠવશે.


ભગવદ્દ ગીતાના સિધ્ધાંત આજે પણ સાશ્વત છે
સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર સવા પાંચસો વર્ષ અગાઉ ચૈતન્ય મહાપ્રભુએ કર્યો હતો. જેને સંકીર્તન આંદોલન તરીકે આગળ વધારતા ન્યુયોર્કમાં ભક્તિવેદાંત સ્વામીએ 1965 માં ઇસ્કોનની સ્થાપના કરી. ભારતમાં સવા બસ્સોથી વધુ આશ્રમના વડા ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ જણાવ્યું કે, ભગવદ્દ ગીતાના સિધ્ધાંત આજે પણ સાશ્વત છે. તેમાં દર્શાવેલા માર્ગને અનુસરીને ચાલે તો કોઈ દુઃખી ન થાય. સો શબ્દમાં બધી શક્તિઓ આવેલી છે. આ સો શબ્દ છે : હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે રામ રામ હરે હરે. કચ્છમાં ઇસ્કોન માત્ર મંદિર જ નહીં પણ એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થા કહી શકાય. સંસ્થા દરેક ઘરને મંદિર નિર્માણ કરવા ઈચ્છે છે. શાંતિ અને સનાતન ધર્મનો મર્મ દરેક સમજે એ જ અમારી વૈચારિક ક્રાંતિ છે.

X
Land of today's first ISKCON temple in Kutch

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી