તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ: વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસ ઝડપભેર પ્રસરી રહ્યા છે તેવામાં દુબઇથી પરત આવેલા માંડવીના એક વેપારીને આ બીમારીના શંકાસ્પદ લક્ષણો જણાતાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. દરમિયાન આ વાત વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરી જતાં હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે કોઇ અફવાથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.
દુબઇથી પાંચ દિવસ પહેલા માંડવી પરત ફરેલા 42 વર્ષના વેપારી આગેવાને તાવ, શરદી, ઉધરસ સહિતના લક્ષણો સાથે પ્રથમ સ્થાનિકે ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવ્યું હતું જેમા તબીબને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં ભુજની જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જિલ્લા આરોગ્ય વડા ડો. પ્રેમકુમાર કન્નરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દર્દીનું રક્ત અને ગળફા સહિતના નમૂના અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં મુકાયા છે જેનો રિપોર્ટ આજે શનિવારે આવશે. દર્દીને આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઇ રહી છે તેમ કહેતાં તેમણે કોઇ અફવાથી ગભરાઇને ગેરમાર્ગે ન દોરાવા અનુરોધ કર્યો હતો.
ગભરાવો નહિ, સાવચેતી રાખો
કચ્છમાં પણ હવે લોકોમાં કોરોના વિશે ભય જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે ગભરાવાના બદલે સાવચેતી રાખવા જણાવ્યું છે. ઉધરસ કે છીંક આવે ત્યારે મોઢાને આડે રૂમાલ કે કોણી રાખવા, ઉધરસ ખાતી વ્યક્તિથી ઓછામા ઓછું એક મીટરનું અંતર રાખવા, વારંવાર સાબુથી હાથ ધોવા, આંખ, નાક કે કાનને વારંવાર ન અડકવા, ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવા, શરદી, તાવના લક્ષણો હોય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવી હતી.
અલાયદા વોર્ડમાં સારવાર અપાઇ રહી છે
જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ડ ડો. એન. એન. ભાદરકાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, માંડવીના દર્દીને શંકાસ્પદ લક્ષણો સાથે અલાયદા વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળના પગલાં ભરવામાં આવશે. હોસ્પિટલ પૂરી રીતે સજ્જ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સીટી સ્કેનની ઇમેજ સાથે અફવા ફેલાવાઇ
સોશિયલ મીડિયામાં આ દર્દીની છાતીની સીટી સ્કેનની ઇમેજ મૂકીને કોરોના પોઝિટિવ હોવાની વાત વહેતી કરાઇ હતી. જ્યાં સીટી સ્કેન કરાયું હતું તે કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજીંગના ડો. ભાવિન શાહને પૂછતાં દર્દીને ન્યૂમોનિયા છે કે નહિ તેના નિદાન માટે પરીક્ષણ કરાયું હોવાનું કહ્યું હતું. આ ઇમેજ પરથી કોરોના છે કે નહિ તે સ્પષ્ટ ન થતું હોવાથી તેમણે પણ ગેરમાર્ગે ન દોરાવા જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગે એક્શન પ્લાન ઘડ્યો
કચ્છમાં કોરોનાનો ત્રીજો શંકાસ્પદ કેસ મળી આવ્યો તે પૂર્વે આરોગ્ય વિભાગે આ બિમારી સામે લડવા માટે આગોતરુ આયોજન ઘડી કાઢ્યું હતું. જો કોઇ મુઝવણ કે શંકાસ્પદ દર્દી હોય તો હેલ્પલાઇન નં.02832 252207નો સંપર્ક કરવા ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડો. કન્નરે અનુરોધ કર્યો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.