તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોસ્ટનમાં કચ્છી છાત્રાએ ભાવિ ચિકિત્સા પદ્ધતિ રજૂ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • IISER તિરૂપતિ તરફથી રજૂ થયેલા પ્રોજેક્ટને ગોલ્ડ મેડલ

ભુજ: ઇન્ટરનેશનલ જેનેટિકલી એન્જિનિયરીંગ મશીન (આઇજીએમ) એક સિંથેટિક બાયોલોજીકલ પ્રતિયોગીતા છે. જે અમેરિકાના બોસ્ટન શહેરમાં દર વર્ષે યોજાય છે. દુનિયાભરમાંથી જેમાં 6 હજારથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લે છે. જેમાં એક કચ્છી છાત્રાએ ભવિષ્યની ચિકિત્સા પદ્ધતિ રજૂ કરી ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.તાજેતરમાં આ પ્રતિયોગીતામાં આઇઆઇએસઇઆર તિરૂપતિએ ભાગ લઇ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઇન્સ્ટિટ્યુટની કુલ 15 વિદ્યાર્થીઓની ટીમમાં મૂળ માંડવીની ઉત્તરા ઉપેન્દ્ર ખત્રીનો પણ સમાવેશ થાય છે. 
 
આ પ્રતિષ્ઠિત પ્રતિયોગતિતા અને એવોર્ડ મેળવવા બદલ વિદ્યાર્થિનીને અભિનંદન મળી રહ્યાં છે. ઉત્તરા ખત્રી આઇઆઇએસઇઆર તિરૂપતિમાં હાલ બીએસએમએસની છાત્રા છે. તેણે જ મુખ્યરૂપથી ટીમની સ્થાપના કરી હતી. સ્પર્ધામાં રજૂ થયેલા પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરી હતી. અને ગણિતીય મોડલીંગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ભવિષ્યવાણી કરી હતી કે આ ચિકિત્સા માનવ શરીરમાં કામ કરશે.  આ સ્પર્ધામાં માત્ર બે ભારતીય ટીમોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં આઇઆઇ એસી બેંગલોર અને આઇઆઇએસઇઆર તિરૂપતિનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો