ક્રાઇમ / ભુજમાં અમદાવાદના વેપારીના 2.15 લાખના દાગીના લૂંટાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Nov 02, 2019, 07:32 AM IST

ભુજ: અમદાવાથી આદિપુર જતી વખતે બસમાં અમદાવાદના વેપારી સાથે મિત્રતા કેળવી ગઠિયાએ ઘેનયુક્ત બિસ્કિટ ખવડાવ્યું હતું. થોડા સમયમાં વેપારી અર્ધબેભાન થઈ જતાં ગઠિયો વેપારીના 2.15 લાખના દાગીના લૂંટી ભાગી ગયો હતો.
અમદાવાદથી આદિપુર જતી બસમાં ગઠિયાએ બિસ્કિટમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી લૂંટી લીધા
અમદાવાદના ઈલેક્ટ્રોનિક આઇટમનો વેપાર કરતા વેપારી હરિઓમ સુરેશ ઠક્કર અમદાવાદથી આદિપુર આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં નીકળ્યા હતા. બસમાં એક અજાણ્યા પ્રવાસીએ તેની સાથે મિત્રતા કેળવી પોતાની પાસે રહેલું ઘેનવાળું બિસ્કિટ તેને ખવડાવી દીધું હતું. બિસ્કિટ ખાધા બાદ હરિઓમ અર્ધબેભાન થઇ ગયો હતો અને તેને આદિપુર આવ્યું તેની પણ ભાન પડી નહોતી.
બસ જ્યુબિલી સર્કલ પહોંચી ત્યારે તેને બસના કન્ડક્ટરે જગાડયો હતો. જોકે ઘેનવાળા બિસ્કિટની અસરના કારણે હરિઓમ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. એક રિક્ષાચાલકે તેના માસાનો સંપર્ક કરતાં તેના માસા તેને આદિપુર લઇ ગયા હતા. હરિઓમ સંપૂર્ણ ભાનમાં આવ્યો ત્યારે તેણે હાથમાં પહેરેલી સોનાની 3 વીંટી, ચેઇન અને સોનાની લક્કી મળી 2.15 લાખના દાગીના ગાયબ થઈ ગયા હોવાનું માલૂમ પડતા અજાણ્યા મુસાફર સામે ફરિયાદ નોંધાવી છે.
વેફરની ના પાડી તો બિસ્કિટ ખવડાવ્યું
આ અજાણ્યા પ્રવાસીએ પ્રથમ હરિઓમને પાણી અને વેફર ખાવાનો આગ્રહ કર્યો હતો. જોકે આ વેપારીએ એસીડીટીના કારણે વેફર ખાવાની ના પાડતાં ગઠિયાએ તેમને બિસ્કીટ ખવડાવ્યું હતું. ત્યારબાદ બેભાન કરી દીધો હતો અને પોતાનું કામ પાર પાડયું હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી