• Home
  • Gadgets
  • Latest
  • Xiomi will launch Redmi Note 7S on May 20 in India, the company posted a teaser

અપકમિંગ / શાઓમી ભારતમાં 20 મેએ Redmi Note 7S લોન્ચ કરશે, કંપનીએ ટીઝર પોસ્ટ કર્યું

Xiomi will launch Redmi Note 7S on May 20 in India, the company posted a teaser
X
Xiomi will launch Redmi Note 7S on May 20 in India, the company posted a teaser

  • કંપની આ સ્માર્ટફોન 48 મેગાપિક્સેલ સાથે માર્કેટમાં ઉતારશે
  • ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આવી શકે છે
     

Divyabhaskar.com

May 16, 2019, 05:23 PM IST

ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની શાઓમી ભારતમાં આગામી 20 મેના રોજ Redmi Note 7S લોન્ચ કરશે. આ પહેલાં કંપનીએ ચીનમાં Redmi Note 7 અને Redmi Note 7 Pro ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યા હતા. જેને ભારતમાં હાલમાં જ લોન્ચ કર્યા છે. હવે કંપની તેનો નવો ફોન Redmi Note 7S લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 

India ❤️ #RedmiNote
India ❤️ #48MP

So we've decided to get you both! 😎#RedmiNote7S - An all-new SUPER Redmi Note for all our India Mi fans is coming! #48MPForEveryone unveils on 20th May. Mark your calendars! 🗓️

Know more: https://t.co/UTUtp6eLbH#Redmi ❤️ pic.twitter.com/cCbeOeaDc3

— Manu Kumar Jain (@manukumarjain) May 16, 2019

આ બજેટ સ્માર્ટફોન હશે એટલું નક્કી

શાઓમીનાં કહેવા મુજબ Redmi Note 7Sમાં 48MPનો કેમેરા હશે. જોકે, Redmi Note 7 Proમાં પણ 48MPનો રિઅર કેમેરા આપ્યો છે.

શાઓમી ઈન્ડિયાનાં હેડ મનુકુમાર જૈને ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારતમાં Mi ફેન્સ માટે સુપર Redmi Note આવી રહ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, આ ફોન 48 મેગાપિક્સેલ કેમેરા સાથે આવશે. જોકે આ ફોન Redmi Note 7 Proથી કેવી રીતે જૂદો પડે છે તે હજી સ્પષ્ટ નથી.

શાઓમીએ થોડા સમય પહેલાં જ ચીનમાં Redmi Note 7ને સ્પેસમાં મોકલીને કેટલીક તસવીરો લીધી હતી. મનુ જૈને ટ્વીટર કરીને આ સ્પેસ વાળી તસવીરો પણ શેર કરી છે જે રેડમી નોટ 7થી લેવામાં આવી હતી. જોકે, હવે એ સ્પષ્ટ નથી થતું કે મનુ જૈને જે તસવીરો પોસ્ટ કરી છે તે ચીન વાળા Redmi Note 7થી ક્લિક કરેલી છે કે પછી આગામી સમયમાં લોન્ચ થનારા Redmi Note 7S દ્વારા ક્લિક કરી હોય અને તેના માર્કેટિંગ માટે પોસ્ટ કરી હોય.

Redmi Note 7S વિશે કંપનીએ હાલ વધુ જાણકારી નથી આપી. પરંતુ, આ બજેટ સ્માર્ટફોન હશે એટલું નક્કી છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આવી શકે છે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા પણ મળે તેવી શક્યતા છે.

શાઓમી આટલેથી અટકે તેમ નથી. આગામી સમયમાં ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે જેમાં Qualcomm Snapdragon 855 પ્રોસેસર આપેલું હશે. કંપનીએ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફોન K20 હશે અથવા POCO F2 હશે તે હજી સ્પષ્ટ નથી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી