ટક્કર / ભારતીય માર્કેટમાં વનપ્લસ 7ને ટક્કર આપવા શાઓમી Redmi K20 લોન્ચ કરશે

Xiaomi Redmi K20 will be launched in the Indian market to OnePlus 7
X
Xiaomi Redmi K20 will be launched in the Indian market to OnePlus 7

  • આ ફોનમાં 8GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ મળી શકે છે
  • Redmi K20માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હશે
  • ફોનમાં 48+8+13 મેગાપિક્સલ કેમેરા સેટઅપ મળશે, સેલ્ફી માટે 32MPનો કેમેરા હશે

Divyabhaskar.com

May 15, 2019, 05:37 PM IST

ગેજે ડેસ્ક. ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી ટૂંક સમયમાં જ ભારતમાં તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. શોઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુકુમાર જૈને ટ્વિટ કર્યું છે કે, આ ફોન ટૂંક સમયમાં ભારતમાં લોંચ કરવામાં આવશે. મનુએ ફોન વિશે ચોક્કસ માહિતી શેર કરી નથી, પરંતુ તે સૂચવે છે કે આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હશે.

Congratulations @OnePlus team! 👏 There's a new flagship in town.

Flagship Killer 2.0: coming soon.. Hold my dragon! 🐲 pic.twitter.com/wnqaLbUTSw

— Manu Kumar Jain (@manukumarjain) May 15, 2019

 

આ ફોન મીડ રેન્જ સ્માર્ટફોન હશે

શાઓમી ઇન્ડિયા અને મનુ કુમાર જૈન છેલ્લા થોડા સપ્તાહથી ભારતીય બજારમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરવાનો સંકેત આપી રહ્યા છે. મનુએ પહેલી વાર કોઈ ચોક્કસ ઉપકરણ વિશે વાત કરી છે. એવી શક્યતા છે કે, આગામી થોડા અઠવાડિયામાં કંપની ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાંનો એક Redmi K20 કંપનીનો ફ્લેગશિપ ફોન હોઈ શકે છે. જ્યારે બીજો સ્નેપડ્રેગન 700 સાથે લોન્ચ કરી શકે છે. આ ફોન મીડ રેન્જ સ્માર્ટફોન હશે.

આગળ કહ્યું તેમ, Redmi K20માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હશે. આ સ્માર્ટફોનમાં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર્સ અને સુપર વાઇડ એંગલ કેમેરા આપવામાં આવશે. તેના સિવાય હજી ફોન અંગે વધારે માહિતી જાહેર નથી થઈ. આ ફોનમાં 6.39 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે અને ટ્રિપલ રિઅર કેમેરા  સેટઅપ સાથે આવશે. આ સેટઅપમાં 48+8+13 મેગાપિક્સલ સેન્સર મળશે. સેલ્ફી માટે ફોનમાં 32 એમપી કેમેરા આપી શકે છે.

આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ સાથે 8GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ મળી શકે છે. રેડમી કે-20 ની લોન્ચ તારીખ વિશે હજી કંપની દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે, આ સ્માર્ટફોન સૌપ્રથમ ચીનમાં લોન્ચ કરવામાં આવશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી