સોશિયલ મીડિયા / ટિકટોક પર વાયરલ થવા માટે વ્યાવસાયિક તાલીમ મળે છે, એક મહિનાની ફી ₹ 7000

TikTok Tutorial is professionally trained to be viral, one month fee ₹ 7000
X
TikTok Tutorial is professionally trained to be viral, one month fee ₹ 7000

  • હાલમાં દિલ્હી ખાતે આ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે
  • નાનાં શહેરોમાં આ શૂટિંગ દિવસભર ચાલે છે, તેમાં 500 લોકોને જોડાવાની તક મળે છે
  • ક્લાસિસમાં વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા સ્ટાર સાથે પોર્ટફોલિયો વીડિયો શૂટ કરવાની તક મળે છે

Divyabhaskar.com

May 14, 2019, 12:58 PM IST

ગેજેટ ડેસ્ક. ચીની વીડિયો એપ 'ટિકટોક' તેના પ્લેટફોર્મ પર વાયરલ થવા માટે વ્યાવસાયિક ટ્રેનિંગ આપી રહી છે, જેમાં યુઝર્સને પ્રભાવશાળી કેવી રીતે બનવું તે અંગે તાલીમ આપવામાં આવે છે. આ ક્લાસિસ દરમિયાન યુઝર્સને મીટ અપ્સ, ટિકટોક પર વીડિયો બનાવવા અને કન્ટેન્ટ વાયરલ માટેની ટિપ્સ આપવામાં આવે છે. આ ક્લાસિસ માટે એક મહિનાની રૂપિયા 7000 ફી નક્કી કરવામાં આવી છે. હાલમાં દિલ્હી ખાતે આ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સહિત નોન-મેટ્રો શહેરોમાં વીડિયો શૂટ કરાવે છે

ભારતમાં અનેક વિવાદો અને ઉતાર-ચઢાવ બાદ ટિકટોક ફરી લાઈમ લાઈટમાં છે. ટિકટોકમાં ફેમસ કેવી રીતે થવું તેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. કેટલાક ક્લાસિસ ટિકટોક જાતે જ હોસ્ટ કરે છે. એક મહિના પહેલાં શરૂ થયેલા આ ક્લાસિસમાં એક બેચમાં 10 વિદ્યાર્થી હોય છે. આવા ક્લાસિસ ચલાવતા 'સેલિબ્રિટી ફેસ'નાં એક પ્રતિનિધિએ કહ્યું કે, 'અમારા ક્લાસમાં થિઅરી અને પ્રેક્ટિકલ એમ બે સેશન હોય છે. ટિકટોક પર બનાવવામાં આવતા કન્ટેન્ટનાં 90 ટકા જેટલું મટિરિયલ વાયરલ થતું જ નથી. આ ક્લાસિસમાં એજ શીખવવામાં આવે છે કે કન્ટેન્ટ વધુમાં વધુ વાયરલ કેવી રીતે થઈ શકે.'

આ સેશનમાં આવતા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા સ્ટાર સાથે પોર્ટફોલિયો વીડિયો શૂટ કરવાની તક મળે છે, જે યુઝર્સને પોતાની પ્રોફાઇલ તરફ આકર્ષિત કરવામાં મદદરૂપ નીવડે છે. દિલ્હી સ્થિત આ કંપની ઈન્ફલ્યુએન્સર્સ (પ્રભાવક) સાથે જયપુર, દિલ્હી, ભોપાલ, ગુવાહાટી, કોલકાતા અને અમદાવાદ સહિત નોન-મેટ્રો શહેરોમાં વીડિયો શૂટ કરાવે છે. કંપનીની વેબસાઇટ અનુસાર આ શૂટિંગ દિવસભર ચાલે છે અને તેમાં 500 લોકોને જોડાવાની તક મળે છે.

સોશિયલ મીડિયા નિષ્ણાત કાર્તિક શ્રીનિવાસન કહે છે કે, ટિઅર -2 (મૂળભૂત રીતે નાના શહેરો, આંકડાકીય રીતે 1 લાખની વસ્તી વાળું શરેહ) અને ટિઅર -3 (ટિઅર -2 અને ટિઅર -3 શહેરો સૌથી ઝડપી વિકસતા શહેરોમાંના કેટલાક) શહેરોમાં ટ્રેન્ડ બની ચુકેલી એપ ટિકટોકનાં ઘણા યુઝર્સ એવા છે જેમને સોશિયલ મીડિયા અંગે એટલી જાણકારી નથી. ટિકટોકનાં યુઝર્સ એવાં નથી જેમણે ટ્વિટર અથવા લિંક્ડઈનનો ઉપયોગ કર્યો હોય. એટલે જ ટિકટોકમાં અન્યોને પ્રભાવિત કરનાર યુઝર્સ પણ નવા વપરાશકર્તાઓને શીખવવા માટે ઉત્સાહી હોય છે.

ક્લાસિસ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ ઉપરાંત ટિકટોક પ્રભાવક યુઝર્સ નિયમિતરૂપે ઘણા શહેરોમાં તેનાં ચાહકોને મળતા રહે છે. તેઓને સોશિયલ મીડિયા પર પણ પ્રમોટ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં જાણીતા અભિનેતા પારસ તોમરનાં ટિકટોક પર 15 લાખ ફોલોઅર્સ છે. તેમણે કહ્યું કે, મીટ અપ્સ કંપનીઓ પણ બ્રાન્ડ્સને તેનાં ચાહકો સાથે ફોટોગ્રાફી અને કોરિયોગ્રાફી સેશન માટે ચાહકોને પ્રેરિત કરે છે. તોમરે કહ્યું,'નાનાં શહેરોમાં વધુ ભીડ જોવા મળે છે. કારણ કે ત્યાં ટિકટોક વધુ ફેમસ છે, અહીં Twitter અને LinkedIn કરતાં વિપરિત Tiktokનાં ચાહકો વધુ ઘરોબો કેળવે છે.'

ટિકટોકમાં 10 લાખ ફોલોઅર્સ ધરાવતી એક્ટર શિવાની કપિલાએ જણાવ્યું કે, 'મને આ મીટ અપ્સ ગમે છે. હું મારા ચાહકોને દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વખત મળુ છું. ઉપરાંત હું એપ્લિકેશન પર લાઇવ સ્ટ્રીમ થકી ચાહકોને સાથે જોડાઉં છું.' તેનું કહેવું છે કે, આમ કરવાથી તેને વધુ સારું કન્ટેન્ટ બનાવવા પ્રેરણા મળતી રહે છે. તોમર અને કપિલાની લોકપ્રિયતા અનુસાર બ્રાન્ડ્સ વળતર પણ આપે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી