• Home
  • Gadgets
  • Latest
  • The price of Samsung Galaxy M40 is estimated to be ₹ 25,000, the phone will have 5000mAh battery

ન્યૂ ફોન / સેમસંગ ગેલેક્સી M40ની કિંમત ₹25,000 રહે તેવો અંદાજ, ફોનમાં 5000mAhની બેટરી હશે

The price of Samsung Galaxy M40 is estimated to be ₹ 25,000, the phone will have 5000mAh battery
X
The price of Samsung Galaxy M40 is estimated to be ₹ 25,000, the phone will have 5000mAh battery

  • ગેલેક્સી M40માં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર, 6GB રેમ અને એન્ડ્રોઈડ પાઈ વર્ઝન મળશે
  • આ ફોનમાં હોલપંચ ડિસ્પ્લે મળે તેવી શક્યતા, આ ફીચર ગેલેક્સી S10 સિરીઝનું છે

Divyabhaskar.com

May 14, 2019, 11:15 AM IST

ગેજેટ ડેસ્ક. સેમસંગ Galaxy M40 સ્માર્ટફોન આગામી મહિને ભારતમાં લોન્ચ થવાનો છે. આ ફોનની પ્રારંભિક કિંમત 25,000 રૂપિયા રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ માહિતી એક ન્યૂઝ એજન્સીનાં સૂત્રો પાસેથી સાંપડી છે. આ સ્માર્ટફોન ગેલેક્સી M સિરીઝનો ચોથો ફોન હશે. ભારતમાં Samsung Galaxy M10, Samsung Galaxy M20 અને Samsung Galaxy M30 પહેલાંથી જ માર્કેટમાં ઉપલબ્ધ છે.

આ ફોન 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવશે

મળતા અહેવાલો મુજબ સેમસંગ ગેલેક્સી M40ની કિંમત સાથે તેનાં કેટલાંક ફીચર્સ અંગે પણ માહિતી સામે આવી છે. Galaxy M સિરીઝનું સૌથી પાવરફુલ મોડલ હશે. ગેલેક્સી એસ સિરીઝનાં બાકીનાં સ્માર્ટફોનમાં સેમસંગ એક્સીનોસ પ્રોસેસર આપ્યું છે. હવે તેનાં બદલે Galaxy M40માં ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર મળશે. અત્યાર સુધી લોન્ચ થયેલા Galaxy M10, Galaxy M20 અને Galaxy M30 હેન્ડસેટ એક્સીનોસ પ્રોસેસર સાથે આવ્યા છે. 

અગાઉ સામે આવેલા અહેલાવો મુજબ સેમસંગ Galaxy M40ને SM-M405F મોડેલ સાથે Geekbench પર લિસ્ટ કરવામાં આવ્યો છે. લિસ્ટિંગથી એવું જાણવા મળે છે કે, ગેલેક્સી M40માં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર, 6GB રેમ અને એન્ડ્રોઈડ પાઈ પર આધારિત હશે. અન્ય એક રિપોર્ટમાં દર્શાવેલી માહિતી મુજબ આ ફોન 128GB સ્ટોરેજ સાથે આવશે. ગેલેક્સી M40ની બેટરી 5,000mAhની હશે અને સુપર અમોલેડ ડિસ્પ્લે આપેલું હશે. 

સેમસંગ ગેલેક્સી M40માં ત્રણ રિઅર કેમેરા હશે. સાથે ફોનમાં હોલપંચ ડિસ્પ્લે મળે તેવી પણ શક્યતા છે જે ફીચર ગેલેક્સી S10 સિરીઝનો એક ભાગ છે. 

સેમસંગે નવી ગેલેક્સી M સિરીઝનાં Galaxy M10 અને Galaxy M20 સ્માર્ટફોન જાન્યુઆરી મહિનામાં જ ભારતમાં લોન્ચ કર્યા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ રિઅર કેમેરા અને 5,000mAhની બેટરી વાળો સેમસંગ Galaxy M30 લોન્ચ કર્યો હતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી