ગો બિયોન્ડ સ્પીડ / 12GB રેમ વાળો નવો વનપ્લસ 7 અને 7 પ્રો લોન્ચ, કિંમત ₹ 32,999થી શરૂ

The new OnePlus 7 and 7 Pro launches with 12GB ram, starting from ₹ 32,999
X
The new OnePlus 7 and 7 Pro launches with 12GB ram, starting from ₹ 32,999

  • ભારત, યુકે અને ન્યૂયોર્કમાં એક સાથે ફોનનાં બંને વેરિઅન્ટ લોન્ચ થયા
  • કંપની આ ફોન સાથે ₹ 5,990ની કિંમતનાં ઈયરફોન પણ આપી રહી છે
  • 16મી મેથી બંને ફોનના વિવિધ રંગો અને સ્ટોરેજ વેરિયન્ટ્સ મળવાનું શરૂ થશે

Divyabhaskar.com

May 15, 2019, 10:48 AM IST

ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસે લાંબી પ્રતિક્ષા બાદ આખરે મંગળવારે રાત્રે નવા બે સ્માર્ટફોન વનપ્લસ 7 અને 7 પ્રો વૈશ્વિક માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનની ચર્ચા મહિનાઓ પહેલાં ટેક ઉદ્યોગમાં થઈ રહી હતી. ગો બિયોન્ડ સ્પીડની થીમ પર આ સ્માર્ટફોનમાં ડિસ્પ્લે, કેમેરા અને પ્રોસેસર સહિતની સુવિધાઓ આપી છે જે અગાઉના વર્ઝન કરતાં વધુ સારી છે. કંપનીએ 2014માં તેની સફર શરૂ કરી હતી, જે 6 વર્ષ પછી વનપ્લસ 7 સુધી પહોંચી ગઈ છે. આ કંપનીએ હંમેશાં વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફોન ડિઝાઇન કર્યા છે. 

1

OnePlus 7 અને OnePlus 7 પ્રોનાં ફીચર્સ

OnePlus 7 અને OnePlus 7 પ્રોનાં ફીચર્સ

કંપનીએ સૌપ્રથમ વખત તેના કોઈ સ્માર્ટફોનમાં ક્વાડએચડી+ રિઝોલ્યુશન અને 90 હર્ટ્ઝ રીફ્રેશ રેટ આપ્યો છે. વનપ્લસ 7પ્રો 4000mAh અને OnePlus 7 માં 3700mAhની બેટરી આપી છે. ફોનમાં ડોલ્બી એટોમોઝ 3 ડી ધ્વનિ સાથે ડ્યુઅલ સ્પીકર્સ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, પોપ-અપ સેલ્ફિ કૅમેરા સાથે આવનારો પ્રથમ વનપ્લસ સ્માર્ટફોન છે.

2

પ્રોસેસર

પ્રોસેસર

નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 8-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 નેનોમીટર ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 855 એડ્રેનો 640 જીપીયુ ગ્રાફિક્સથી સજ્જ છે. આ વખતે વનપ્લસ સ્માર્ટફોન બેઝેલ્સ ડિસ્પ્લે સાથે રજૂ કરવામાં આવ્યો છે.

3

રેમ

રેમ

આ ફોનમાં સુપર્બ હાઇ-સ્પીડ પ્રોસેસર ઉપરાંત ફોનનું સ્ટોરેજ પણ વધારવામાં આવ્યું છે. પ્રો વર્ઝન નવા યુએફએસ 3.0 સ્ટાન્ડર્ડ 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ ક્ષમતા સાથે લોંચ કરવામાં આવ્યા છે. બંને ફોનમાં 6 જીબી અને 8 જીબી રેમ વેરિયન્ટ્સ છે જ્યારે વનપ્લસ 7 પ્રોમાં 12 જીબી વર્ઝન પણ રજૂ કરવામાં આવ્યું છે. OnePlus 7 પ્રોમાં 12GB RAM ઉપલબ્ધ છે. RAMમાં વધારો થવાને કારણે સ્માર્ટ એપ્લિકેશન્સમાં રોમ મેમરીની જગ્યાએ ભારે એપ્લિકેશન્સને RAM મેમરીમાં લોડ કરવામાં આવશે, અને તેથી ફોનનું પ્રદર્શન ઝડપી અને સરળ રહેશે. 

4

કેમેરા

કેમેરા

વનપ્લસ 7 પ્રોમાં ત્રણ મેગા પિક્સેલ્સના સેન્સર સાથે ટ્રીપલ કેમેરા સિસ્ટમ આપી છે, તેમાં ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન પણ ઉપલબ્ધ છે. જોકે સિસ્ટમમાંની એક એવો કેમેરા જે અલ્ટ્રા-વાઇડ અથવા ટેલિફોટો કૅમેરાને બદલે ડેપ્થ સેન્સર સાથે આપ્યો છે. કેમેરા એલ્ટ્રાશૉટ ફીચર્સ એચડીઆર પ્લસ અને સુપર રિઝોલ્યુશન મોડથી સજ્જ છે. વનપ્લસ 7 માં ડ્યુઅલ કેમેરા સિસ્ટમ આપી છે.

5

સેલ્ફી કેમેરા

સેલ્ફી કેમેરા

સેલ્ફિ કેમેરા તરીકે બંને ફોન્સમાં 16-મેગાપિક્સેલનાં શૂટર મળશે, જે 1080p નો વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે. કેમેરામાં 4K/60 એફપીએસ (સેકન્ડ ફ્રેમ્સ)નો વીડિયો કેપ્ચર કરવાની સાથે 1080p/240fps અને 720p/ 480fps સ્લો મોશન મોડની સુવિધા આપે છે. ફ્રન્ટ કૅમેરો ખાસ પ્રકારે ડિઝાઇન કરીને ફોનમાં ઈન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે.

6

કિંમત

કિંમત

ભારતીય માર્કેટમાં OnePlus 7ની કિંમત રૂપિયા 32,999થી શરૂ થાય છે જ્યારે પ્રો વર્ઝનની કિંમત રૂપિયા 48,999થી શરૂ થાય છે. વનપ્લસ 7ની કિંમત રૂપિયા 32,999 (6GB+128GB) અને રૂ. 37,999 (8GB+256GB), જ્યારે વનપ્લસ 7 પ્રોના ત્રણ પ્રકારોનો ભાવ ક્રમશઃ રૂપિયા 48,999 (6GB+ 128GB), 52,999 (8GB+256GB) અને રૂ. 57,999 (12GB+256GB) રાખવામાં આવ્યો છે. આ ફોન સાથે રૂપિયા 5,990નું ઇયરફોન પણ આપવામાં આવે છે. 16મી મેથી બંને ફોનના વિવિધ રંગો અને સ્ટોરેજ વેરિયન્ટ્સ મળવાનું શરૂ થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી