ફેસબુક ડેટિંગ / ટેક્નોલોજી કંપનીઓ ગ્લોબલ લોન્ચિંગ પહેલા કેનેડામાં પ્રોડક્ટનુ ટેસ્ટિંગ કરાવે છે

Divyabhaskar.com

May 15, 2019, 09:52 AM IST
Technology companies are testing products in Canada before the global launch
X
Technology companies are testing products in Canada before the global launch

  • 41 ટકા વિદેશી વસ્તી અને 200 ભાષાઓ જાણતુ કેનેડા પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે લોકપ્રિય સ્થળ 
  • કેનેડા વિકસિત દેશોમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો દેશ છે
  • કેનેડામાં લોકો ભણેલા-ગણેલા અને ટેક્નોલોજી પ્રત્યે વધુ ઉત્સાહી હોય છે

ગેજેટ ડેસ્ક. ફેસબુકની પેટા કંપની ઈન્સ્ટાગ્રામ અમુક મોટા ફેરફારો કરવા જઈ રહી છે. તેની યોજના પ્લેટફોર્મ પર થતી પોસ્ટ તથા વીડિયો લાઈક માત્ર પોસ્ટ કરનારા વ્યક્તિને જ દેખાય એ છે. આથી યુઝર કન્ટેન્ટ તરફ આકર્ષિત થાય ન કે તેને મળનારી લાઈક જોઈને. કંપની આ ફિચરનુ ગ્લોબલ લોન્ચિંગ કર્યા પહેલાં તેનુ કેનેડામાં ટેસ્ટિંગ કરાવી રહી છે. ફેસબુકે પોતાની ડેટિંગ ફિચર ફેસબુક ડેટિંગનુ ટેસ્ટિંગ પણ કેનેડામાં કરાવ્યુ હતું. 

અમેરિકાથી નજીક હોવાનો લાભ મળે છે

1.

માત્ર ફેસબુક જ નહીં. અન્ય ઘણી મોટી સોશિયલ મીડિયા સાઈટ્સ, ગેમિંગ કંપની અને ઘરેલુ ઉપકરણો બનાવતી કંપનીઓ પણ પોતાના નવા ફિચરના ટેસ્ટિંગ માટે કેનેડા પસંદ કરે છે. તેમજ તેના પરિણામોને આધારે ગ્લોબલ લોન્ચિંગ કરે છે. આ ટ્રેન્ડ પાછળનુ સૌથી મોટુ કારણ કેનેડામાં વસતા વિદેશીઓ છે. કેનેડા વિકસિત દેશોમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો દેશ છે. જ્યાં 41 ટકા વસ્તી વિદેશીઓની છે. અને જેના લીધે કેનેડામાં 200થી વધુ ભાષાઓ બોલાય છે.

2.

દુનિયાના ખુણેથી મળતા લોકો પણ અહીં આવી વસ્યા છે. જેના લીધે અહીંની કંપનીઓ માર્કેટનો અંદાજ સરળતાથી લગાવી શકે છે. કઈ પ્રોડક્ટને કયા દેશમાં કેવી પ્રતિક્રિયા મળશે? તેની જાણકારી સચોટ અને સરળતાથી આપે છે.

3.

અનેક મોટી એપ ડેવલપર પણ ગ્લોબલ લોન્ચિંગ પહેલાં કેનેડામાં ટેસ્ટ રન ચલાવે છે. એક ગેમિંગ કંપનીના એક્ઝિક્યુટીવે જણાવ્યુ છે કે, કેનેડામાં જે ડેટા મળે છે. તે અમેરિકા, બ્રિટન જેવા માર્કેટની તુલનાએ વધુ વિશ્વસનીય છે. વિવિધતાની સાથે કેનેડાની એક બીજી મોટી ખાસિયત વિકસિત હોવાની છે. ફેસબુક અનુસાર, કેનેડામાં લોકો ભણેલા-ગણેલા અને ટેક્નોલોજી પ્રત્યે વધુ ઉત્સાહી હોય છે. જો તે કોઈ ફિચર કે પ્રોડક્ટ પસંદ કરે છે. તો તે બાકીના દેશોને પણ પસંદ આવશે તેની ગેરેંટી હોય છે. 

4.

કેનેડાના મોટાભાગના લોકો અમેરિકી બોર્ડરથી 150-200 કિમીની રેન્જમાં રહે છે. તેઓ કોઈપણ દેશમાંથી આવ્યા હોય પરંતુ તેમની ખાણી-પીણી, પહેરવેશ, ફિલ્મ-સંગીત વગેરેની પસંદ પર અમેરિકાનો પ્રભાવ વધુ રહે છે. આથી કોઈ પ્રોડક્ટ અમેરિકાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય તો પહેલા તેનુ કેનેડામાં ટેસ્ટિંગ થાય છે. ત્યાં સફળ થયા બાદ અમેરિકામાં લોન્ચ કરવામાં આવે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી