સુવિધા / 'Paytm'એ સીટી બેંક સાથે ભાગીદારી કરી ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું, કસ્ટમર્સને ફિઝિકલ કાર્ડ મળશે

'Paytm' has partnered with City Bank and launched a credit card, customers will get a physical card
X
'Paytm' has partnered with City Bank and launched a credit card, customers will get a physical card

  • પેટીએમ બેન્કમાં અત્યારસુધી 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ ખુલ્યાં છે 
  • ગ્રાહકોને પ્રોત્સાહન આપવા તમામ વ્યવહારો પર ઓછામાં ઓછું 1 ટકા કેશબેક મળશે
  • ટૂંક સમયમાં જ પેટીએમ ભારતીય માર્કેટમાં કસ્ટમર્સને વિઝા કાર્ડ પણ પ્રોવાઈડ કરશે

Divyabhaskar.com

May 15, 2019, 12:44 PM IST

ગેજેટ ડેસ્ક. ભારતમાં ડિજિટલ પેમેન્ટ માટે સૌથી વધુ જાણીતી પેટીએમ હવે સીટી બેંક સાથે હાથ મિલાવીને નવી શરૂઆત કરી રહી છે. બેન્કિંગ સેક્ટરમાં સતત આગળ વધી રહેલી પેટીએમ દ્વારા વૈશ્વિક માર્કેટમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવા માટે Visa ને પણ પોતાનાં નેટવર્ક Paytm Payments Bankમાં સમાવિષ્ટ કર્યું છે. સંપૂર્ણ ક્રેડિટ ફાઇનાન્સ સર્વિસ કંપની બનવા માટેનું બીજું પગલું તેના ક્રેડિટ કાર્ડ થકી વ્યવસાયને વધુ મજબૂત કરવા માટે લોન્ચ કર્યું છે. પેટીએમ તેનાં કસ્ટમર્સને હવે રૂપિયા 50 હજારની મર્યાદાનું ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવશે.

પેટીએમ કસ્ટમર્સને વધુ સારી સુવિધા મળશે

પેટીએમ બેન્ક દ્વારા લોન્ચ થયેલું ક્રેડિટ કાર્ડ કસ્ટમર્સને ફિઝિકલ રૂપમાં મળશે. અત્યારસુધી કસ્ટમર્સને ડિજિટલ ડેબિટ કાર્ડસ આપવામાં આવતા હતા. રિઝર્વ બેન્ક દ્વારા લાયસન્સ પ્રાપ્ત સાત પેમેન્ટ બેન્કોમાંથી પેટીએમ દ્વારા તેનાં કસ્ટમર્સને RuPay ડેબિટ કાર્ડસ આપવામાં આવ્યા છે. અગામી સમયમાં પણ પેટીએમ તેનાં કસ્ટમર્સને RuPay કાર્ડ આપતી રહેશે. હાલમાં પેટીએમ બેન્કમાં 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ ખુલ્યાં છે. 

મંગળવારે કાર્ડની લોંચિંગ ઇવેન્ટમાં વિજય શેકર શર્માએ જણાવ્યું હતું કે, બેંક અને પેટીએમ વચ્ચે થયેલી ભાગીદારી ગતિશીલતા હશે. કાર્ડ ઇશ્યોરન્સ અને અન્ડરરાઇટીંગ સિટી બેંક દ્વારા ઈશ્યુ કરવામાં આવશે, જ્યારે ડિજિટલ ઇન્ટરફેસ અને ડિસ્ટ્રિબ્યુશન સેવાઓ પટીએમ દ્વારા પુરી પાડવામાં આવશે. ક્રેડિટ કાર્ડની ઓફર દર મહિને બદલાતી રહેશે. ગ્રાહકોને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમર્સનાં તમામ વ્યવહારો પર ઓછામાં ઓછા 1 ટકા કેશબેક આપવામાં આવશે. 

પેટીએમે આ વર્ષનાં પ્રારંભે જ આઇઆરડીએઆઇ પાસેથી જીવન અને સામાન્ય વીમા માટે લાયસન્સ મેળવી લીધું હતું. વિજય શર્માએ જણાવ્યું હતું કે, નવી કંપની કોર વીમા કંપનીની જગ્યાએ વીમા બ્રોકરેજ સેવા તરીકે કાર્ય કરશે.'અમે કેટલીક વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને અમારા ગ્રાહકોને કેટલાંક ઉત્પાદનો પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. અમે તેના પર વિસ્તરણ કરવા માંગીએ છીએ. અમારું વેચાણ વધારવા માટે કોર ઇન્શ્યોરન્સ એજન્સીઓને બદલે અમે આદર્શ રીતે બ્રોકરેજ કંપની બનવાની ઇચ્છા રાખીએ છીએ'

વિઝા કાર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્ફ્રેડ એફ. કેલીએ કહ્યું કે, 'અમે પેટીએમ પેમેન્ટ બેન્ક સાથે મળીને ક્રેડિટકાર્ડસ ઓફર કરવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. જેનાથી પેટીએમમાં સતત વધી રહેલાં કસ્ટમર્સને સારી સુવિધા પુરી પાડવામાં આવશે'. ભારત અને દક્ષિણ એશિયાનાં Visa ગ્રૃપનાં કન્ટ્રી મેનેજર ટી.આર. રામચન્દ્રનનાં કહેવા મુજબ, ‘PayTM પેમેન્ટ્સ બેન્કે ઔપચારિક રીત એક મેમ્બરનાં રૂપમાં વિઝા નેટવર્ક સાથે હાથ મિલાવ્યો છે, જેના થકી આગામી ટૂંક સમયમાં જ પેટીએમ ભારતીય માર્કેટમાં વિઝા કાર્ડ ઈશ્યુ કરશે.'

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી