• Home
  • Gadgets
  • Latest
  • OnePlus 7 Pro and OnePlus 7 will be launched today, the event to be held in Bangalore

લોન્ચિંગ / વન પ્લસ 7 Pro અને વન પ્લસ 7 આજે લોન્ચ થશે, બેંગ્લોરમાં ઈવેન્ટ યોજાશે

Divyabhaskar.com

May 14, 2019, 10:22 AM IST
OnePlus 7 Pro and OnePlus 7 will be launched today, the event to be held in Bangalore
X
OnePlus 7 Pro and OnePlus 7 will be launched today, the event to be held in Bangalore

ગેજેટ ડેસ્ક. ચાઈનીઝ મોબાઈલ કંપની વનપ્લસ આજે તેની વનપ્લસ 7 સીરિઝનાં ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 7 Pro અને OnePlus 7 આજે લોન્ચ કરવાની છે. કંપની ભારતમાં બેંગ્લોરથી તો લંડન અને ન્યૂયોર્ક સહિત આ ફોન વૈશ્વિક સ્તરે લોન્ચ કરશે. છેલ્લાં ઘણા સમયથી આ ફોનની ખૂબ ચર્ચા થઈ રહી છે અને રાહ જોવાઈ રહી છે તે આતુરતાનો આજે અંત આવશે. વનપ્લસ 7 કંપનીના છેલ્લા સફળ ઉપકરણ વનપ્લસ 6Tનું અપગ્રેડ માનવામાં આવે છે, તમામની નજર અત્યારે વનપ્લસ 7 પ્રોનાં લોન્ચિંગ પર છે. વનપ્લસ 7 પ્રો વિશે કંપનીએ દાવો કર્યો છે કે, તે વર્તમાન પ્રીમિયમ સ્માર્ટફોન કરતાં વધુ સારો અને વધુ શક્તિશાળી હશે.

રાત્રે 8 વાગે લોન્ચિંગ ઈવેન્ટ યોજાશે જે લાઈવ જોઈ શકાશે

1.

OnePlus 7 પ્રો સ્માર્ટફોન પ્રીમિયમ ફીચર્સ સાથે આવશે, જેમાં 90Hz રીફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે, રિઅર પેનલ પર ત્રિપલ કેમેરા સેટઅપ સાથે પોપ-અપ સેલ્ફી કેરમેરા મળશે. આ સ્માર્ટફોન 5G સપોર્ટ સાથે આવશે. આ પહેલી વખત એવું થઈ રહ્યું છે જ્યાં વનપ્લસ તેનાં સ્માર્ટફોનને વૈશ્વિક માર્કેટમાં બે ફ્લેગશિપ સ્માર્ટફોન એક સાથે લોન્ચ કરવાની છે. વનપ્લસ 7 અને વનપ્લસ 7 પ્રો બંને પ્રીમિયમ સ્માર્ટફોનની ટક્કર પહેલેથી માર્કેટમાં અસ્તિત્વ ધરાવતા iPhone XS, Galaxy S10+ અને Huawei P30 Pro સાથે થવાની છે. 

2.

OnePlus આજે ન્યૂયોર્ક, લંડન અને બેંગલુરુમાં તેના સ્માર્ટફોન લોન્ચ કરશે. ભારતમાં આ લોન્ચિંગ ઇવેન્ટ બેંગલોર સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં રાખવામાં આવી છે. આ ઇવેન્ટ આજે ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગે  શરૂ થશે. આ લોન્ચિંગ ઇવેન્ટ કંપનીની સત્તાવાર YouTube ચેનલ પર લાઇવ જોઈ શકાશે. ગત મહિને કંપનીએ 999 રૂપિયામાં ઇવેન્ટની ટિકિટ વેચવાનું શરૂ કર્યું હતું. થોડી મિનિટોમાં જ ઇવેન્ટની તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.

સંભવિત કિંમત
3.

OnePlus એ પહેલાંથી જ પુષ્ટિ કરી છે કે, ભારતમાં આ સ્માર્ટફોન ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ 'એમેઝોન' પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોન્સનું એડવાન્સ બુકિંગ પણ એમેઝોન પર શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રાહકોને ફ્લેગશિપ સ્માર્ટફોનનાં પ્રિ-બુકિંગ પર 1000 રૂપિયા ચૂકવવાના હતા, જે ફોનનું સંપૂર્ણ પેમેન્ટ કર્યા પછી પરત મળવાના છે. 'એમઝોન ઇન્ડિયા' ઉપરાંત વનપ્લસ 7 પ્રોને 'ક્રોમા' અને 'રિલાયન્સ ડિજિટલ સ્ટોર' પર ઑફલાઇન બુક કરાવી શકાય છે. કિંમત અંગે કંપનીએ હજી કોઈ માહિતી આપી નથી પરંતુ, એક અંદાજ મુજબ વનપ્લસ 7 પ્રોની પ્રારંભિક કિંમત રૂ. 49,999 હોઈ શકે છે. વનપ્લસ 7 તેના કરતાં સસ્તો હશે, પરંતુ ફોનની પ્રારંભિક કિંમત રૂ. 38,999 હોઈ શકે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી