સેલ / ઓપ્પો F11 સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ શરૂ, કિંમત 17,990 રૂપિયા

Oops F11 smartphones start selling in India, starting at Rs 17,990
X
Oops F11 smartphones start selling in India, starting at Rs 17,990

  • ફોનમાં 4020mAhનીબેટરી આપી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે
  • માર્ચમાં 'Oppo F11', 'Oppo F11 Pro' ભારતમાં એક સાથે લોન્ચ થયા હતા
  • આ સ્માર્ટફોન 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવશે

Divyabhaskar.com

May 18, 2019, 01:27 PM IST

ગેજેટ ડેસ્ક. Oppo F11 સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ ફોન ઓપ્પોનાં ઓથોરાઈઝ્ડ રિટેલ સ્ટોર્સ પર આજથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ઓપ્પો એફ 11 ની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીઓ તો તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, 48-મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર અને 4020mAhનીબેટરી આપી છે. આ વર્ષે માર્ચમાં 'Oppo F11', 'Oppo F11 Pro' ભારતમાં એક સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા. Oppo F11 Pro  ભારતમાં વેચાણ માટે પહેલાથી ઉપલબ્ધ છે. 

ફોનની કિંમત અને લોન્ચ ઓફર્સ

ભારતમાં ઑપ્પો F11ની કિંમત રૂપિયા 17,990 રાખી છે. આ કિંમત 4GB રેમ અને 12BG સ્ટોરેજ વેરિઅન્ટ્સ માટે છે. ઓપ્પો F11 ભારતમાં રૂપિયા 19,990ની કિંમતે લોન્ચ થયો હતો. પાછળથી તેની કિંમતમાં ઘટાડો થયો હતો. ગ્રેડિએન્ટ ફિનિશ સાથે ફ્લોરાઈટ પર્પલ અને માર્બલ ગ્રીન કલરમાં આ ફોન ઉપલબ્ધ થશે.  આ સ્માર્ટફોન ઈ-કૉમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી વેચવામાં આવશે. આ લખાય છે ત્યાં સુધી ફ્લિપકાર્ટ પર ફોનનો પ્રી-ઓર્ડર ચાલી રહ્યો હતો.

ઓફરની વાત કરવામાં આવે તો, ઓપ્પો F11નાં પ્રથમ સેલમાં ઓનલાઈન ખરીદી કરવા પર કસ્ટમર્સને રિલાયન્સ જિયો તરફથી રૂ 7050નો લાભ આપવામાં આવશે. કંપની દ્વારા વન-ટાઇમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ, રૂપિયા 3,000નું વધારાનું એક્સચેન્જ બેનિફિટ અને બિન-વ્યાજવાળા ઇએમઆઈનાં લાભ ઉપલબ્ધ થશે.  આ ઉપરાંત ગ્રાહકો પેટીએમ મોલના પ્રથમ સેલમાં પણ ફોન ખરીદી શકે છે. તેમને રૂપિયા 3,400નું કેશબેક મળશે. 

3. સ્પેસિફિકેશન્સ

ઓપ્પો F11 માં 6.5- ઇંચની ફૂલ-એચડી+ (1080x2340 પિક્સેલ્સ) એલસીડી ડિસ્પ્લે આપી છે. જે 19.5:9નો આસ્પેક્ટ રેશિયો ધરાવે છે અને 90.90 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો સાથે સજ્જ છે. તેમાં ઓક્ટા-કોર મીડિયા ટેક હીલિયો P70 પ્રોસેસર આપેલું છે. આ સ્માર્ટફોન 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવશે. ફોનની બેટરી 4000mAhની છે જે VOOC ફ્લેશ ચાર્જ 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં માઇક્રો-યુએસબી પોર્ટ પણ આપેલો છે. પાછળના ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત કલર ઓએસ 6.0 પર ચાલે છે.

ફોનનાં પાછળનાં ભાગે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપ્યું છે. પાછળના ભાગમાં, એફ/1.79-એપર્ચરવાળો 48 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર આપ્યો છે. સાથે 5 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર કામ કરશે. ફ્રન્ટ પેનલમાં એફ/2.0 એપર્ચર સાથે 16 મેગાપિક્સલનો સેલ્ફિ કેમેરા આપ્યો છે. ઓપ્પો F11 કનેક્ટિવિટી સુવિધામાં 4G, વાઇફાઇ, બ્લૂટૂથ 4.2, જીપીએસ/એ-જીપીએસ અને 3.5 એમએમ હેડફોન જેકનો સમાવેશ થાય છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી