લોન્ચિંગ / સ્ટોક એન્ડ્રોઇડ અને 48MP કેમેરા સાથે મોટોરોલા One Vision સ્માર્ટફોન લોન્ચ થયો

Motorola One Vision Smartphone with Stock Android and 48MP Cameras launched
X
Motorola One Vision Smartphone with Stock Android and 48MP Cameras launched

  • મોટોરોલાનો આ પહેલો સ્માર્ટફોન છે, જે સ્ટોક એન્ડ્રોઇડ પર ચાલશે
  • આ ફોનની કિંમત $335 (અંદાજે 23,000 રૂપિયા) રાખવામાં આવી છે
  • આ સ્માર્ટફોનમાં સેમસંગનું Exynos 9609 પ્રોસસર આપ્યું છે

Divyabhaskar.com

May 16, 2019, 05:33 PM IST

ગેજેટ ડેસ્ક. મોટોરોલાએ તેનો  લેટેસ્ટ સ્માર્ટફોન One Vision લોન્ચ કર્યો છે. મોટોરોલાનો આ નવો મીડરેન્જ ફોન સ્ટોક એન્ડ્રોઈડ પર ચાલે છે, કેમકે તે એન્ડ્રોઈડ વન પ્રોગ્રામનો એક ભાગ છે. One Vision મોટોરોલાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેમાં સ્ટોક એન્ડ્રોઈડ વર્ઝન આપવામાં આવ્યું છે. તેના સિવાય ફોનમાં 21:9 સિનેમેટિક સ્ક્રીન, પંચહોલ ડિસ્પ્લે અને સેમસંગ પ્રોસેસર આપ્યું છે.

આ ફોન હાલ 4GB રેમ સાથે લોન્ચ કર્યો છે

મોટોરોલા One Vision માં 6.3- ઈંચ (1080x2520 પિક્સેલ) સિનેમાવિઝન પંચહોલ ડિસ્પ્લે આપી છે. આ સ્માર્ટફોનમાં સેમસંગનું Exynos 9609 પ્રોસસર આપ્યું છે. આ ફોન હાલ 4GB રેમ સાથે લોન્ચ કર્યો છે. આશા છે કે, તેના બીજા વેરિઅન્ટ પણ માર્કેટમાં ઉતારવામાં આવશે. આ ફોનની ઈન્ટર્નલ મેમરી 128GB છે, તેને માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાશે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ આપ્યું છે. પ્રાયમરી કેમેરા સેન્સર 48 મેગાપિક્સેલનો છે. સેકન્ડરી સેન્સર કેમેરા 5 મેગાપિક્સેલનો છે. આ કેમેરામાં નાઈટ વિઝન મોડ ઉપલબ્ધ થશે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 25 મેગાપિક્સેલનો કેમેરા આપ્યો છે. આ સ્માર્ટફોન ગૂગલ એન્ડ્રોઈડ વન પ્રોગ્રામનો જ એક ભાગ છે જેથી તેમાં બે વર્ષ સુધી અપડેટ મળતી રહેશે.

મોટોરોલા One Vision સ્ટોક એન્ડ્રોઈડ 9.0 પાઈ પર ચાલે છે. ફોનની બેટરી 3500mAhની છે. ફોનમાં ચાર્જિંગ માટે ટાઈપ-C પોર્ટ આપ્યો છે. ફોન હાલમાં બ્લૂ અને બ્રોન્ઝ શેડ્સમાં ઉપલબ્ધ થશે. હાલ પૂરતો આ ફોન માત્ર બ્રાઝિલમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. યુરોપિઅન માર્કેટમાં તેનો સેલ શુક્રવારથી શરૂ થશે. આ ફોનની કિંમત $335 (અંદાજે 23,000 રૂપિયા) રાખવામાં આવી છે. ભારતમાં આ ફોન ક્યારે આવશે તેની કંપનીએ હજી કોઈ જાણકારી આપી નથી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી