પાકિસ્તાનમાં પણ ગૂગલ પર મોદી હિટ, રાહુલથી છ ગણા વધારે સર્ચ કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકસભા ચૂંટણીની આજે દેશભરમાં મતગણતરી 
  • સાંજ સુધીમાં નક્કી થશે કોની સરકાર બનશે

ગેજેટ ડેસ્ક. ગત રવિવારે 19મેએ દેશભરમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા પછી ગૂગલ સર્ચના આંકડા જાહેર કરાયા હતા. આ અહેવાલ પ્રમાણે, ગૂગલ પર 'નરેન્દ્ર મોદી' કી વર્ડ રાહુલ ગાંધી કરતાં છ ગણો વધારે વાર સર્ચ કરાયો હતો. આ સર્ચ રિઝલ્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં પણ સર્ચ કરાયા હતા. ત્યાં 88 ટકા લોકોએ 'નરેન્દ્ર મોદી' કી વર્ડ સર્ચ કર્યો હતો. 

1) બલુચિસ્તાનમાં સૌથી વધુ સર્ચ

'નરેન્દ્ર મોદી' અને 'રાહુલ ગાંધી' કી વર્ડ સૌથી વધુ પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશમાં સર્ચ કરાયો છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં નરેન્દ્ર મોદીને 88 ટકા અને રાહુલ ગાંધીને 12 ટકા, ભારતમાં નરેન્દ્ર મોદીને 87 ટકા અને રાહુલ ગાંધીને 13 ટકા તથા બાંગ્લાદેશમાં નરેન્દ્ર મોદીને 83 ટકા અને રાહુલ ગાંધીના સર્ચની ટકાવારી 17 ટકા રહી છે. ભારત, પાકિસ્તાન સિવાય અમેરિકા-કેનેડામાં પણ 'નરેન્દ્ર મોદી' કી વર્ડ સર્ચ કરાયો છે. અમેરિકામાં 'નરેન્દ્ર મોદી' કી વર્ડ 82 ટકા તથા કેનેડામાં 79 ટકા સર્ચ કરાયો છે, જ્યારે અમેરિકા-કેનેડામાં 'રાહુલ ગાંધી' કી વર્ડનું સર્ચ અનુક્રમે 18 અને 21 ટકા રહ્યું છે.

એક્ઝિટ પોલ બાદ પાકિસ્તાનમાં નરેન્દ્ર મોદી વિશે ગૂગલ સર્ચ સૌથી વધુ જોવા મળ્યું. તેમાં પણ બલુચિસ્તાનમાં 100 ટકા સર્ચ જોવા મળી. બલુચિસ્તાનમાં પાકિસ્તાન લશ્કરે કબજો કર્યો છે. અનેકવાર બલુચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની આર્મીના અત્યાચાર સામે દેખાવો થવાના અહેવાલ આવતા રહે છે. અહીંની જનતા એવું માને છે કે મોદી સરકાર પાછી સત્તા પર આવશે તો પાકિસ્તાન અંકુશમાં રહેશે અને ભવિષ્યમાં તેમને મુક્તિ મળી શકે છે.