અપકમિંગ / લેનોવો કંપનીએ દુનિયાનું પ્રથમ ફોલ્ડેબલ લેપટોપ બનાવ્યું, ટાઈપિંગ માટે સ્ક્રીન પર વર્ચ્યૂઅલ કીબૉર્ડ આવી જશે

divyabhaskar.com

May 14, 2019, 03:51 PM IST
Lenovo shows off the world first foldable PC

  • ફોલ્ડ થયા બાદ લેપટોપ ડાયરી જેવું દેખાશે
  • એક વખત ચાર્જ કરી લીધા બાદ યુઝર તેને દિવસભર વાપરી શકશે
  • વર્ષ 2020માં લોન્ચ થશે

ગેજેટ ડેસ્કઃ ચીનની કંપની લેનોવો કંપનીએ દુનિયાના પ્રથમ ફોલ્ડેબલ લેપટોપની એક ઝલક બતાવી છે. આ પર્સનલ કમ્પ્યુટર થિંકપેડ X1નો ભાગ છે. કંપની આ લેપટોપ બનાવવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહી હતી. લેપટોપનું સંપૂર્ણ ટેસ્ટિંગ થયા બાદ વર્ષ 2020માં લીનોવો તેને લોન્ચ કરશે. કંપનીએ દાવો કર્યો કે, આ ડિવાઈસ માર્કેટમાં આવી ગયા બાદ યુઝરને ટેબલેટ અને લેપટોપ બંને સાથે રાખવા નહીં પડે. ફોલ્ડેબલ લેપટોપ પહેલાં ઘણી કંપનીઓએ ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યાં હતાં.

વાયરલેસ કીબૉર્ડ

આ લેપટોપની સ્ક્રીનને વચ્ચેથી ફોલ્ડ કરી શકાશે. આ લેપટોપની ખાસિયત તો એ છે કે, જ્યારે યુઝર ટાઈપ કરે છે ત્યારે સ્ક્રીન પર જ વર્ચ્યૂઅલ્ કીબૉર્ડ બની જાય છે. જો કે, કંપની તેની સાથે વાયરલેસ કીબૉર્ડ પણ આપશે. યુઝર બીજા લેપટોપની જેમ જ આ લેપટોપનો ઉપયોગ કરી શકશે. દેખાવની વાત કરીએ તો, ફોલ્ડ થયા બાદ લેપટોપ ડાયરી જેવું લાગે છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Meet the World’s First Foldable PC. #LenovoAccelerate pic.twitter.com/ISMxLvAgAq

— Lenovo (@Lenovo) May 13, 2019

જો કે, કંપનીએ હજુ ફોલ્ડેબલ લેપટોપના હાર્ડવેર વિશે કોઈ ખુલાસો કર્યો નથી. વીડિયો ચેટ માટે અલગ કેમેરા મળશે. લેપટોપમાં 2 યુએસબી C ટાઈપ પોર્ટ અને 3.5 mmનો એક હેડફોન માટે ક્નેક્ટિવિટી પોર્ટ આપ્યો છે. વિન્ડોઝ 10 પર લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે. ફોલ્ડેબલ લેપટોપમાં ઇન્ટેલ કંપનીનાં પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ સ્પીડને લઈને કંપનીએ કોઈ માહિતી શેર કરી નથી. લેનોવોનું કહેવું છે કે, એક વખત ચાર્જ કરી લીધા બાદ યુઝર તેને દિવસભર વાપરી શકશે.ભારત અને બીજા દેશમાં ફોલ્ડેબલ લેપટોપની કિંમત શું હશે તે વિશે લેનોવોએ કોઈ ખુલાસો નથી કર્યો.

X
Lenovo shows off the world first foldable PC
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી