• Home
  • Gadgets
  • Latest
  • Instagram will soon launch the 'Lyrics Sticker' feature; Lyrics will also be seen in the story along with Song's Music

ન્યૂ ફીચર / ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં 'લિરિક્સ સ્ટિકર' ફીચર લોન્ચ કરશે, સ્ટોરીમાં સોન્ગનાં મ્યુઝિકની સાથે લિરિક્સ પણ દેખાશે

divyabhaskar.com

May 13, 2019, 05:58 PM IST
Instagram will soon launch the 'Lyrics Sticker' feature; Lyrics will also be seen in the story along with Song's Music

  • આ નવા ફીચરથી ઈન્સ્ટાગ્રામ, સ્નૅપચેટ અને ટિકટોક વચ્ચે હરીફાઈ થશે
  • 'લિરિક્સ સ્ટિકર' ફીચર એન્ડ્રોઇડ અને iOS ફોનના યુઝર વાપરી શકશે

ગેજેટ ડેસ્કઃ હાલ ફેસબુક માલિકીની મેસેજિંગએપ ઈન્સ્ટાગ્રામ નવા 'લિરિક્સ સ્ટિકર'નું ટેસ્ટિંગ કરી રહી છે. આ સ્ટિકરમાં સોંગની લિરિક્સની સાથે વીડિયો પણ દેખાશે. આશા છે કે, ટૂંક સમયમાં આ 'લિરિક્સ સ્ટિકર'ને યુઝર્સ ઉપયોગમાં લઈ શકશે.

હોંગકોંગ શહેરની ટેક્નોલોજી બ્લોગર અને એપ રિસર્ચર જેન વાનચુન વોંગે 19 એપ્રિલે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં વીડિયો શેર કરીને આ ફીચર વિશે જાણકારી આપી હતી. તેની પોસ્ટમાં 'લિરિક્સ સ્ટિકર'ની એક ઝલક જોઈ શકાય છે.

Instagram is working on Lyrics Stickers pic.twitter.com/DWF1xUZBPX

— Jane Manchun Wong (@wongmjane) April 19, 2019

2018માં મેસેજિંગ એપ ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે સ્ટોરીમાં મ્યુઝિક ઉમેરી શકાય તેવું ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરમાં યુઝર તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક જોડી શકે છે, સાથે જ સ્પેશિયલ સ્ટોરીને વીડિયો અને ફોટા દ્વારા કસ્ટમાઇઝ પણ કરી શકે છે.

જો કે, 'લિરિક્સ સ્ટિકર'ની લોન્ચિંગ ડેટ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.

ઈન્સ્ટાગ્રામ એપ સ્નૅપચેટ અને ટિકટોક એપના ફીચર યુઝરને તેની સિંગલ એપમાં આપવાનાં પ્રયત્નો કરી રહી છે. 'લિરિક્સ સ્ટિકર' ફીચરની સાથે કંપનીએ બીજી જાહેરાત પણ કરી હતી. તેણે કહ્યું કે, દુનિયાભરના 50 કરોડ લોકો રોજ ઇન્સ્ટાગ્રામનું સ્ટોરી ફીચર વાપરે છે.

X
Instagram will soon launch the 'Lyrics Sticker' feature; Lyrics will also be seen in the story along with Song's Music
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી