• Home
  • Gadgets
  • Latest
  • 'Female officer with yellow sari' was the most searched in Himachal, ahead of Qatar in the forefront

ગૂગલ ટ્રેન્ડ / 'પીળી સાડી વાળી મહિલા ઓફિસર' સૌથી વધુ હિમાચલમાં સર્ચ થઈ, વિદેશમાં કતાર સૌથી આગળ

Divyabhaskar.com

May 15, 2019, 09:16 AM IST
'Female officer with yellow sari' was the most searched in Himachal, ahead of Qatar in the forefront
X
'Female officer with yellow sari' was the most searched in Himachal, ahead of Qatar in the forefront

  • લોકસભા ચૂંટણીના 5માં તબક્કા દરમિયાન લખનઉની મહિલાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
  • આ મહિલાનું નામ રીના દ્વિવેદી છે, પહેલાં મિસ જયપુર નલિની સિંહના નામથી સર્ચ થઈ હતી
  • ગૂગલ ટ્રેન્ડમાં દેખાતા ડેટા મૂજબ લોકોએ રીનાની ઉંમર અને ટિકટોકમાં એક્ટિવ છે કે કેમ તે શોધ્યું 

ગેજેટ ડેસ્ક. હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પાંચમા તબક્કાના મતદાન વખતે યુપીની એક મહિલા પોલિંગ ઓફિસરની પીળી સાડી પહેરેલી તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. આ મહિલાનું નામ રીના દ્વિવેદી છે અને લખનઉમાં પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (PWD)માં ફરજ બજાવે છે. ચૂંટણી ફરજમાં તેને લખનઉથી 40 કિમી દૂર નગરામનાં બુથ નંબર 173 પર નિયુક્ત કરવામાં આવી હતી. આ મહિલા હાલ ગૂગલમાં ખૂબ સર્ચ થઈ રહી છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સર્ચ થઈ છે. ગૂગલ સર્ચ એન્જિનમાં સૌથી વધુ કતારમાં તેનું નામ સર્ચ થયું હોવાની વિગતો સામે આવી છે.

1

ભારતમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તેનું નામ વધુ સર્ચ થયું

ભારતમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તેનું નામ વધુ સર્ચ થયું

કેટલાંક મીડિયા રિપોર્ટસમાં રીનાનું નામ નલિની સિંહ એવું પણ દર્શાવવામાં આવ્યું છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રીના જયપુરની રહેવાસી છે. ત્યારબાદ ગૂગલ પર તેને પીળી સાડી વાળી મહિલાને રીના દ્વિવેદી અને નલિની સિંહ બંને નામોથી સર્ચ કરવામાં આવી. દિવ્યભાસ્કર ડોટ કોમે ગૂગલ ટ્રેન્ડનાં રિપોર્ટસ જોયા તો પીળી સાડી વાળી મહિલા ચૂંટણી ફરજમાં ભલે લખનઉમાં હતી પણ તેના નામનું સૌથી વધુ સર્ચિંગ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થયું હતું.

2

રીના લખનઉ પાસે ચૂંટણી ફરજમાં હતી

રીના લખનઉ પાસે ચૂંટણી ફરજમાં હતી

5માં તબક્કાનું મતદાન 6 મેનાં રોજ યોજાયું હતું ત્યારપછી પીળી સાડી વાળી મહિલાનું નામ નલિની સિંહ દર્શાવવામાં આવ્યું હતું. તેના કારણે ગૂગલમાં લોકોએ નલિની સિંહના નામે સર્ચ કર્યું હતું. પછી તેનું સાચું નામ રીના દ્વિવેદી હોવાનું સામે આવતાં તે નામથી સર્ચિંગ વધ્યું હતું. હજી પણ કેટલાંક યુઝર્સ નલિની સિંહના નામથી જ સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડસનાં ડેટા મુજબ રિના નામ સામે એવરેજ 24 પોઈન્ટ મળ્યા જ્યારે નલિનીને માત્ર 13 પોઈન્ટ મળ્યા હતા.

3

રીના દ્વિવેદી અને નલિની સિંગ સર્ચ કરનારા ટોપ-5 રાજ્યો

રીના દ્વિવેદી અને નલિની સિંગ સર્ચ કરનારા ટોપ-5 રાજ્યો

રીના ચૂંટણી ફરજ પર લખનઉ પાસે આવેલા ગામમાં હતી પરંતુ તેનું નામ હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ સર્ચ થયું છે. ગૂગલ ટ્રેન્ડ અનુસાર હિમાચલમાં રીના નામનું સર્ચિંગ 100% રહ્યું છે. ત્યારબાદ ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં પણ 100% રહ્યું. કર્ણાટક, છત્તીસગઢ અને ઝારખંડમાં લોકોએ નલિની સિંગ નામનું વધારે સર્ચિંગ કર્યું હતું. 

4

વિદેશમાં નલિનીનાં નામ સામે 100% સર્ચિંગ

વિદેશમાં નલિનીનાં નામ સામે 100% સર્ચિંગ

ગૂગલ ટ્રેન્ડસ પર દેખાતા વર્લ્ડવાઈડ ડેટા મુજબ વિદેશમાં પણ રીના દ્વિવેદી અને નલિની સિંગના નામથી સર્ચ કરવામાં આવ્યું છે. પીળી સાડી વાળી મહિલાને નલિની સિંગનાં નામથી સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. જેમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગો, હંગેરી, ન્યૂઝીલેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, સ્વીત્ઝર્લેન્ડ, સિંગાપુર, ચિલી, સ્પેન, ફિલીપાઈન્સ, મલેશિયા, પોલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહીં નલિનીનાં નામ સામે 100% સર્ચિંગ જોવા મળ્યું.

5

રીના દ્વિવેદી નામ સૌથી વધુ સાઉદીમાં સર્ચ થયું

રીના દ્વિવેદી નામ સૌથી વધુ સાઉદીમાં સર્ચ થયું

રીના દ્વિવેદી નામનું સૌથી વધુ સર્ચિંગ કતાર, સાઉદી અરબ, યુએઈ, ભારત, અમેરિકા, કેનેડા અને યુકેમાં થયું હતું. તેમાં સૌથી વધુ વખત કતાર અને સાઉદી અરબમાં 100% સર્ચિંગ થયું હતું. 

6

લોકોએ રીનાની ઉંમર, ટિકટોકમાં છે કે કેમ તે શોધ્યું

લોકોએ રીનાની ઉંમર, ટિકટોકમાં છે કે કેમ તે શોધ્યું

રીના દ્વિવેદીના સમાચાર સામે આવ્યા બાદ તે ટિકટોકમાં વધુ સક્રિય રહેવા લાગી છે. તેનું એક કારણ એ પણ છે કે, લોકોએ તે ટિકટોકમાં એક્ટિવ છે કે કેમ તે પણ શોધ્યું હતું. સાથોસાથ તેનું ફેસબુક એકાઉન્ટ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા તેની ઉંમર અંગે સર્ચ કર્યું હતું. શરૂઆતમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, પીળી સાડી વાળી મહિલાનું નામ નલિની સિંહ અને તે મીસ જયપુર રહી ચૂકી છે. આવી માહિતીનાં પગલે લોકોએ પહેલાં મિસ જયપુર નલિની સિંહ અને મિસ જયપુર જેવા કિવર્ડ્સથી ગૂગલમાં સર્ચ કરી હતી. 

7

ટોપ-10 કી-વર્ડ્સ

ટોપ-10 કી-વર્ડ્સ
રિના દ્વિવેદી  નલિની સિંગ
reena dwivedi election nalini singh jaipur
reena dwivedi lucknow mrs jaipur nalini singh
reena dwivedi pwd mrs jaipur nalini
reena dwivedi instagram nalini singh polling
reena dwivedi facebook miss jaipur nalini singh
reena dwivedi tik tok nalini singh polling officer
reena dwivedi age nalini singh election officer
rina dwivedi nalini singh yellow saree
reena diwedi yellow saree polling officer
yellow saree election officer viral election officer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી