ઇનોવેશન / જર્મન કંપનીએ દુનિયાની પ્રથમ 5 સીટર ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી બનાવી, સ્પીડ 300 કિલોમીટર પ્રતિ કલાક

Electric air taxi startup Lilium completes first test of its new five-seater aircraft

  • સિંગલ ચાર્જિંગ બાદ તે 300 કિલોમીટર સુધી ચાલી શકે છે
  • ઉબરની જેમ આ સ્પેશિયલ ટેક્સી માટે 'લિલિયમ કંપની' અલગ એપ ડિઝાઇન કરી રહી છે

divyabhaskar.com

May 17, 2019, 06:00 PM IST

ગેજેટ ડેસ્ક: જર્મન એર ટેક્સી સ્ટાર્ટઅપ કંપની 'લિલિયમ'એ પાંચ સીટર ફ્લાઇંગ ટેક્સીનું સફળ પરીક્ષણ કર્યું છે. કંપનીએ દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સીને દુનિયા સામે મૂકી છે. કંપનીનું કહેવું છે કે, અમે વર્ષ 2025 સુધીમાં ફ્લાઇંગ ટેક્સી શરૂ કરશું. આ ટેક્સી 'પે પર રાઈડ' સર્વિસ આપશે.

ખાસિયત

  • લિલિયમ કંપનીએ ઇલેક્ટ્રિક ટેક્સીને ઘણી સરળ ડિઝાઇન કરી છે. ટેક્સીની ખાસ વાત તો એ છે કે, તેમાં પ્રોપેલર,ગિઅર બોક્ષ અને રબર વાપવામાં નથી આવ્યું.
  • એન્જિનિયર્સે તેના વિંગ્સમાં કુલ 36 ઇલેક્ટ્રિક જેટ ફિટ કર્યા છે, જેની મદદથી ટેક્સી વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડ કરી શકશે. ત્યારબાદ ટેક્સી હોરિઝોન્ટલ ઉડાન ભરી શકશે.
  • ઇલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી લાબું અંતર કાપવામાં સક્ષમ છે. સિંગલ ચાર્જિંગ બાદ તે 300 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 300 કિલોમીટર પ્રતિ કલાક છે.
  • તેમાં ફિક્સ્ડ વિંગ ડિઝાઇનમાં લાગેલા 36 ઇલેક્ટ્રિક જેટ 2000 હોર્સ પાવર પ્રોડ્યૂસ કરે છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ વિંગ્સ ઉડાન દરમિયાન માત્ર 10 ટકા એનર્જી જ વાપરે છે.
  • લિલિયમ કંપની ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી બનાવીને ઓન-ડિમાન્ડ એર ટેક્સી સર્વિસને શરૂ કરવા માગે છે. ‘ઉબર’ની જેમ આ સ્પેશિયલ ટેક્સી માટે અલગ એપ ડિઝાઇન કરી રહી છે. આ એપ દ્વારા યુઝર્સ નજીકના લેન્ડિંગ સ્ટોપથી ટેક્સી બુક કરી શકશે.
X
Electric air taxi startup Lilium completes first test of its new five-seater aircraft
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી