બાઈક જેવી સૂટકેસ / દુનિયાની પ્રથમ મોટર સૂટકેસ, જેના પર બેસીને ફરી શકાય છે, કિંમત 1 લાખ રૂપિયા

bags that can ride to the gate
bags that can ride to the gate
bags that can ride to the gate

  • એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ 10 કિલોમીટર સુધી ચાલે છે
  • 118 કિલોગ્રામ વજન ધરાવતી વ્યક્તિ સૂટકેસ પર બેસીને ફરી શકે છે
  • યુએસબી પોર્ટની મદદથી ફોન ચાર્જ કરી શકશે

divyabhaskar.com

May 26, 2019, 11:47 AM IST

ગેજેટ ડેસ્ક: ઘણા લોકો પ્રવાસ કરતી વખતે સૂટકેસના વજનને લીધે કંટાળી જતા હોય છે. અમેરિકામાં આ સમસ્યાનું નિરાકરણ શોધી લીધું છે. કેવિન ઓડોનલે મોટર સૂટકેસ ડિઝાઇન કરી છે, જેની કિંમત આશરે 1495 ડોલર એટલે કે 1 લાખ રૂપિયા છે. આ સૂટકેસ પર બેસીને તમે એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ફરી શકો છો.તેની મેક્સિમમ સ્પીડ 6.5 કિલોમીટર પ્રતિ કલાક છે. સૂટકેસમાં બે યુએસની પોર્ટ પણ છે જેની મદદથી ફોન ચાર્જ કરી શકાય છે. હાલ આ ડિઝાઇન માત્ર અમેરિકાના માર્કેટમાં જ લોન્ચ થઇ છે. આવતા મહિને ઈંગ્લેન્ડના યુઝર્સ આ સ્પેશિયલ મોટર સૂટકેસને વાપરી શકશે.

વર્ષ 2014માં ચીનના ખેડૂતે મોટર સૂટકેસ શોધી હતી

જો કે આ સૂટકેસની ડિઝાઇનને પ્રથમ ચીનના એક ખેડૂતે બનાવી હતી. તે પોતાની મોટર સૂટકેસ પર બેસીને ચીનના રસ્તાઓ પર ફરી ચૂક્યા છે. જે ખેડૂતે આ ડિઝાઇન બનાવી તેનું નામ લિયાંગકાઈ છે. વર્ષ 2014માં તેણે આ ઇનોવેશન કર્યું હતું.

આઈડિયા
અમેરિકામાં એક એવોર્ડ શોમાં ગયા હતા ત્યારે લિયાંગકાઈને આવી સૂટકેસ બનાવવાનો આઈડિયા આવ્યો હતો. ચીનથી અમેરિકાના પ્રવાસમાં તે રસ્તામાં જ સૂટકેસ ભૂલી ગયા હતા. ત્યારબાદ તે સૂટકેસ પર બેસીને ફરી શકાય તેવી ડિઝાઇન બનાવવામાં લાગી ગયા.

મેક્સિમમ સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક
તેમણે ડિઝાઇન કરેલી સૂટકેસની મેક્સિમમ સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સૂટકેસ પર અમુક કિલોમીટર સુધીનું અંતર કાપી શકાય છે.લિયાંગકાઈએ સૂટકેસમાં રિચાર્જેબલ પાવરફુલ લિથિયમ બેટરી લગાવી છે. આ ઉપરાંત તેમાં હેન્ડલ, ગિયર, બ્રેક, લાઈટ, હોર્ન અને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ સામેલ છે.

સૂટકેસની બેટરી 1 કલાકમાં જ ફુલ ચાર્જ થઇ થશે
હાલ શિકાગોની કંપની મોડોબેડ સૂટકેસ સ્કૂટર બનાવી રહી છે. કંપની આ સૂટકેસમાં અમુક નવા ફીચર પણ ઉમેરશે. આ સૂટકેસ પર 118 કિલોગ્રામ વજન ધરાવતો માણસ આરામથી તેની પર બેસીને ટ્રાવેલ કરી શકે છે. એક વખત ફુલ ચાર્જ કરી લીધા બાદ સૂટકેસ 10 કિલોમીટર સુધી ચાલી શકે છે. સૂટકેસની બેટરી 1 કલાકમાં જ ફુલ ચાર્જ થઇ જાય છે. આ ઉપરાંત એમાં બે યુએસબી પોર્ટ આપેલા છે, જેની મદદથી લેપટોપ, મોબાઈલ કે ટેબલેટને ચાર્જ કરી શકાય છે. સૂટકેસની કિંમત 1 લાખ રૂપિયા છે, પરંતુ ગ્રાહકે ડિલિવરી ચાર્જ માટે અલગ 3500 રૂપિયા આપવાના રહેશે.

X
bags that can ride to the gate
bags that can ride to the gate
bags that can ride to the gate
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી