• Home
  • Gadgets
  • Latest
  • Asus ZenFone 6 will be launching today, claiming to be the first phone to flip the camera

સ્પર્ધા / આસુસ ZenFone 6 લોન્ચ, કિંમત ₹39,100થી શરૂ; ફ્લિપ કેમેરાવાળો પહેલો ફોન

Asus ZenFone 6 will be launching today, claiming to be the first phone to flip the camera
X
Asus ZenFone 6 will be launching today, claiming to be the first phone to flip the camera

  • 48MP પ્રાયમરી અને 13MP સેકન્ડ ફ્લિપ કેમેરા સાથે સ્માર્ટફોન માર્કેટમાં આવશે
  • આસુસ ઝેનફોન 6 આજે સ્પેનનાં વેલેન્શિયામાં એક ઇવેન્ટમાં લોન્ચ થઈ રહ્યો છે
  • ભારતમાં આ સ્માર્ટફોન વનપ્લસ 7ની સ્પર્ધામાં ઉતારવામાં આવી રહ્યો છે

Divyabhaskar.com

May 17, 2019, 05:27 PM IST

ગેજેટ ડેસ્ક. મે મહિનામાં ફ્લેગશિપ સ્માર્ટફોનનો જાણે માર્કેટમાં વરસાદ થઈ રહ્યો છે. હાલમાં જ વનપ્લસે તેની વન-પ્લસ 7 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તાઇવાનની અગ્રણી ટેક કંપની આસુસે સ્પેનમાં સત્તાવાર રીતે તેનો નવો સ્માર્ટફોન ZenPhone 6 સ્પેન ખાતે લોંચ કર્યો હતો. ફોનનું બેઝ વેરિઅન્ટ 6GB+ 64GBનું છે, જેની પ્રારંભિક કિંમત રૂપિયા 39,100 રાખવામાં આવી છે.

આ ફોન RAM અને સ્ટોરેજ મુજબ તેને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ રોટેટિંગ કેમેરા આપ્યો છે, જે ફ્રન્ટ અને રિઅર બંને તરફ કામ કરશે. આ ફોન તેના કૅમેરા સેટઅપને કારણે ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ફોન આસુસ ઈ સ્ટોર પરથી ખરીદી શકાશે અને તેની ડિલિવરી 25 મેથી શરૂ કરવામાં આવશે.

ફોનની બેટરી 5000mAhની છે

રોટેડ કેમેરાથી સજ્જ આસુસનો આ પ્રથમ સ્માર્ટફોન છે. કેમેરા આગળથી પાછળના ભાગમાં આવવા માટે થોડીક જ સેકંડ લે છે. સિંગલ ટચ પર ફોન પાછળથી આગળના કેમેરામાં ફેરવાઈ જાય છે. પેનોરમા શોટ પણ આ કૅમેરાથી લઈ શકાય છે. યુઝર્સ કૅમેરા રોટેશનને પણ નિયંત્રિત કરી શકે છે. વિવિધ ખૂણેથી ફોટોગ્રાફી  કરતી વખતે તેને વચમાંથી બંધ કરી શકાય છે. ફોનનો કેમેરા એલઇડી ફ્લેશ લાઈટથી સજ્જ છે, જે ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા લેવામાં મદદ કરે છે.

આ ફોન હાલમાં સ્પેનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, ભારતમાં ક્યારે લોન્ચ થશે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. RAM અને સ્ટોરેજ અનુસાર ત્રણ વેરિઅન્ટમાં આ ફોન ઉપલબ્ધ છે. 6GB રેમ અને 64GB સ્ટોરેજ સાથેનું બેઝ વેરિઅન્ટ રૂપિયા 39,100 છે. 6GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત રૂપિયા 43,800 છે, જ્યારે ટોપ મોડેલ 8GB રેમ અને 256GB સ્ટોરેજમાં હશે જેની કિંમત રૂપિયા 47,000 રાખવામાં આવી છે. કંપનીએ આ ફોન બે કરલ મિડનાઈટ બ્લેક અને ટ્વિલાઇટ સિલ્વરમાં લોન્ચ કર્યો છે.

આસુસ ઝેનફોન 6 ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ સાથે આવે છે. જે એન્ડ્રોઇડ પાઇ પર આધારિત છે. આ ફોનમાં કંપનીનું જ ઝેન UI 6 ઇન્ટરફેસ આપ્યું છે. કંપની કહે છે કે તેને એન્ડ્રોઇડ Q અને એન્ડ્રોઇડ Rમાં પણ અપગ્રેડ કરી શકે છે. કંપની તાજેતરમાં એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામમાં પણ જોડાઈ ગઈ છે.

4. સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે 6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ એચડી+, IPS સ્ક્રિન
રિઝોલ્યૂશન 1080*2340 પિક્સેલ
પ્રોસેસર ઓક્ટાકોર સ્નેપડ્રેગન 855
રેમ 6GB, 8GB
સ્ટોરેજ 64GB, 128GB, 256GB (એક્સ્પાન્ડેબલ 2TB)
કેમેરા 48MP+13MP(રોટેટિંગ)
બેટરી 5,000mAh, ક્વિક ચાર્જ 4.0
કનેક્ટિવિટી 3.5mm હેડ જેક, USB-C ટાઈપ, વાઈફાઈ, બ્લુટૂથ, GPS
ડાયમેન્શન 159.1x75.11x8.1-9.1mm
વજન 190ગ્રામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી