• Home
  • Gadgets
  • Latest
  • Apple TV app launched in over 100 countries including India, with one subscription, 6 other users can watch the movie and show.

ન્યૂ ટીવી એપ / ભારત સહિત 100 દેશોમાં એપલ ટીવી એપ લોન્ચ થઈ, એક સબ્સ્ક્રિપ્શનથી અન્ય 6 યુઝર્સ મૂવી અને શો જોઈ શકશે

Apple TV app launched in over 100 countries including India, with one subscription, 6 other users can watch the movie and show.

  • સેમસંગના વર્ષ 2018 અને 2019નાં લેટેસ્ટ સ્માર્ટ ટીવી સાથે એપ કનેક્ટ કરી શકાશે

divyabhaskar.com

May 14, 2019, 05:24 PM IST

ગેજેટ ડેસ્ક: અમેરિકાની મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની 'એપલ'એ ટીવી એપ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. આ નવી સેવાનો લાભ ભારત સહિત 100 દેશોના યુઝર્સ ઉઠાવી શકશે. એપલ ટીવી એપને આઈફોન, આઈપેડ અને એપલ ટીવી સિવાય સેમસંગના લેટેસ્ટ સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરી શકાશે. એપલ ટીવી એપને 100 દેશોમાં લોન્ચ કરાઈ છે, જેમાં ભારત, નેપાળ અને કેનેડા સહિત અમુક આફ્રિકન અને મધ્ય પૂર્વના દેશ સામેલ છે.

સોમવારે આ માહિતી કંપનીએ તેના બ્લોગ પર આપી હતી. એપલ કંપનીએ કહ્યું કે, iOS 12.3 અને tvOS અપડેટ દ્વારા ગ્રાહકો એપલ ટીવીની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકશે. યુઝર જે ચેનલને જોવા માગે છે, તે ચેનલના રૂપિયા જ તેને આપવાના રહેશે.

આ ઉપરાંત ફેમિલી શેરિંગ ફીચરની મદદથી એપલ ટીવી એપનું સબ્સ્ક્રિપશન અન્ય 6 લોકોને શેર કરી શકાશે. 7 યુઝર્સ એક જ એપલ આઈડી અને પાસવર્ડ દ્વારા અલગ-અલગ ડિવાઇસમાં ટીવી જોઈ શકશે.

એપલ ટીવી એપની મદદથી યુઝર તેના મનગમતા શો કે મૂવીને ઓનલાઇન કે ઓફલાઈન એમ બંને રીતે ડાઉનલોડ કરી શકશે. એપલ ટીવી એપ એકમાત્ર એપ છે જ્યાં HBO(હોમ બોક્સ ઓફિસ) સબ્સ્ક્રાઇબર પણ મૂવી કે ગેમ ઓફ થ્રોન્સ જેવા શો ઓફલાઈન જોવા માટે ડાઉનલોડ કરી શકે છે.

બાળકોથી લઈને દરેક ઉંમરના વ્યક્તિને ધ્યાનમાં રાખીને એપમાં એડિટોરિયલ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં સ્પોર્ટ્સ સેક્શન પણ છે. આવતા વર્ષે મેકબુકના યુઝર્સ પણ એપલ ટીવી એપ વાપરી શકશે.

ટૂંક સમયમાં એપ પર એપલની ઓરિજિનલ વીડિયો સબ્સ્ક્રિપ્શન સર્વિસ 'એપલ ટીવી +' પણ શરૂ થશે.

X
Apple TV app launched in over 100 countries including India, with one subscription, 6 other users can watch the movie and show.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી