સેલ / એપલે 'મેઈડ ઈન ઈન્ડિયા iPhone' કેમ્પેઈન શરૂ કર્યું, ફોનની કિંમત રૂપિયા 26,910થી શરૂ

Apple started the 'Made in India iPhone' campaign, starting at Rs 26,910
X
Apple started the 'Made in India iPhone' campaign, starting at Rs 26,910

  • એપલ iPhone 6s હવે ભારતમાં જ બન્યો છે જેને ઓછી કિંમતે ખરીદી શકાય છે
  • પ્રીમિયમ સેગમેન્ટમાં સેમસંગ અને ગૂગલના સ્માર્ટફોન્સ ભારતમાં લોકપ્રિય બન્યાં
  • એપલે 2017 માં iPhone SE ભારતમાં બનાવવાની શરૂઆત કરી હતી

Divyabhaskar.com

May 16, 2019, 05:14 PM IST

ગેજેટ ડેસ્ક. અમેરિકન કંપની એપલનો ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ખૂબ જ ઓછો ભાગ છે. પ્રીમિયર સેગમેન્ટમાં વનપ્લસના લોન્ચિંગ પછી આઇફોનનાં  વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ફક્ત વનપ્લસ જ નહીં, પરંતુ હવે પ્રીમિયમ સેગમેન્ટમાં સેમસંગ અને ગૂગલના સ્માર્ટફોન્સ પણ ભારતમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આવા સંજોગોમાં કંપનીએ ભારતમાં તેની પકડ મજબૂત કરવા માટે નવી વ્યૂહરચના અપનાવી છે.

આ કિંમતમાં ભારતીય કસ્ટમર્સ પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ

એપલ હવે આઈફોન 6sનું ઉત્પાદન ભારતમાં કરે છે. એપલના એક પ્રમોશનલ પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈનક્રેડિબલ આઇફોન 6s માત્ર 26,910 રૂપિયાનાં પ્રારંભિક ભાવે વેચવામાં આવી રહ્યા છે. જોકે, આ કિંમતમાં કેટલીક શરતો લાગુ છે. એપલે સપ્ટેમ્બર 2015માં આઇફોન 6s લોન્ચ કર્યો હતો. એટલે કે, આ સ્માર્ટફોન લોન્ચ થયાનાં લગભગ ચાર વર્ષ વીતી ચૂક્યાં છે. એપલે 2017 માં આઈફોન SE ભારતમાં બનાવવાની શરૂઆત કરી હતી.

એપલ આઇફોન 6s ભલે આ જાહેરાત સાથે તેની સારી બેટરી, સારા કૅમેરા, રેટિના એચડી ડિસ્પ્લે અને A9 પ્રોસેસર સાથે કસ્ટમર્સને આકર્ષે છે. પરંતુ, એવું પણ એક તથ્ય છે કે હજી આ કિંમતમાં ભારતીય કસ્ટમર્સ પાસે તેના કરતાં ઝડપી, સારા કેમેરા અને ડિઝાઈન વાળા સ્માર્ટફોન ખરીદવાનાં વિકલ્પો ઉપલબ્ધ છે.

એપલના વેચાણમાં છેલ્લાં કેટલાંક સમયથી ઘટાડો થયો હોવાથી એપલ સીઈઓ ટિમ કૂક વિચારે છે કે, ભવિષ્યમાં ભારત કંપની માટે મહત્ત્વનું બજાર છે. પરંતુ શું કંપની ભારતમાં 4 વર્ષ જૂનો સ્માર્ટફોન ભારતમાં એસેમ્બલ કરીને ઓછી કિંમતમાં વેચી તેનું સેલિંગ વધારી શકશે? આ હાલ પૂરતો એક પ્રશ્ન જ છે જેનો જવાબ આગામી દિવસોમાં મળી જશે.

નોંધપાત્ર બાબત એ છે કે, એપલ iPhone 6s યુએસ અને યુરોપમાં વેચતો નથી. એપલે તેને ભારતમાં બનાવવાનું શરૂ કર્યું છે અને હવે કંપની તેને નીચા ભાવે વેચાણ કરવાનું શરૂ કરશે. જો કે, ભારતમાં પણ પુષ્કળ આઇફોન છે, અને લોકો હજી પણ આઇફોન 5Sને જ પસંદ કરે છે. એપલના હાર્ડકોર ચાહકો માટે આ એક સારા સમાચાર છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી